તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
રાજકોટ હરિનામ સંકીર્તન મંદિર ખાતે શ્રી અખંડ હરિનામ સંકીર્તન દિવસ ૧૫ હજાર મો ‘‘શ્રી વિજયમંત્ર વિજયોત્સવ'' ભક્તિભાવપૂર્વક ઉજવાશે
શ્રી રામ જય રામ જય જય રામ.... તા.૧૦ થી ૧૫ મે સુધી ધાર્મિક કાર્યક્રમોઃ દરરોજ રાત્રે ૧૦ થી ૧ કલાકારો દ્વારા વિશેષ સમૂહ સંકિર્તનઃ વિવિધ વિશેષ ઝાંખી દર્શન તથા મહા રાસઃ તા.૧૫ ગુરૂવારે સાંજે ૫:૩૦ થી ૭ શ્રી રામનામ મહારાજ, શ્રી સદ્દગુરૂ પાદુકા પૂજન અર્ચન, અભિષેકઃ ભાવિકોને આમંત્રણ

રાજકોટઃ શ્રી પ્રેમભિક્ષુજી માર્ગ, કાલાવડ રોડ, સેન્ટમેરીઝ સ્કુલ સામે, આવેલ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ -ેરિત શ્રી હરિનામ સંકીર્તન મંદિર ખાતે છેલ્લા ૪૨ વર્ષથી ચોવીસે કલાક શ્રી રામ જય રામ જય જય રામ વિજયમંત્રનું અખંડ સંકીર્તન ચાલે છે. આ સંસ્થા ૧૯૭૬માં પ્રેમપરિવારના નામથી શરૂ કરવામાં આવેલ. ત્યારબાદ સંસ્થાના સંકીર્તન મંદિરની શરૂઆત ૧૯૮૪માં પૂ.મોરારીબાપુના શ્રીમુખે કરવામાં આવેલ. આ સંસ્થાનો મુખ્ય હેતુ વિશ્વ કલ્યાણ અને વિશ્વબંધુત્વની ભાવના સાથે સંકળાયેલ છે. સાથોસાથ નામ-જપ અને સંકીર્તનનો છે. અખંડ ધૂનનો આજે ૧૪,૯૯૩ મોં દિવસ છે. પ્રેમપરિવાર ના ટ્રસ્ટી મંડળ તથા દરેક ભાઈ-બહેનોએ અઠવાડીયામાં એક દિવસની રાત્રીધૂનની પોતાની ફરજના ભાગરૂપ પૂરી નિષ્ઠાથી ઉપાડી લીધેલ છે.
શ્રી રામનામ મહારાજની અહેતુકી અસીમ કળપાથી અને અખંડ હરિનામ સંકીર્તન પ્રવર્તક સંકીર્તન સમ્રાટ નામનિષ્ઠ સંત સદ્દગુરૂદેવ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની પ્રેરણા અને અવિરત આશીર્વાદ સાથે રાજકોટ શહેરની ભગવદ્ નામપ્રેમી ધર્મપારાયણ જનતાના સહયોગથી વિશ્વકલ્યાણની ભાવનાથી તા. ૨૦-૦૪-૧૯૮૪ના રોજથી અત્રે ચાલી રહેલ શ્રી રામ જય રામ જય જય રામ વિજયમંત્ર સંકીર્તનના તા.૧૫ના રોજ ૧૫,૦૦૦ દિવસ પૂર્ણ થશે.
રાજકોટની ધર્મપ્રેમી જનતાને આ શુભ અવસરનો લાભ મળે તે માટે આ અખંડ હરિનામ સંકીર્તનના ૧૫,૦૦૦ દિવસનો શ્રી વિજયમંત્ર વિજયોત્સવ તા.૧૦ શનિવારથી તા.૧૫ ગુરૂવાર સુધી ખૂબ જ ધામધૂમથી ભક્તિભાવ પૂર્વક સંકીર્તન મંદિર ખાતે ઉજવવામાં આવશે.
તા. ૧૦ થી તા.૧૫ રાત્રે ૧૦ થી ૧ વિશેષ સમુહ સંકીર્તન તથા વિશેષ ઝાંખી દર્શન તથા મહા રાસ રજૂ થશે. છ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં દરરોજ રાત્રે ૧૦ થી ૧ રાજકોટ તેમજ બહારગામથી આવેલા નામપ્રેમી ગાયકો વિશેષ સમૂહ સંકીર્તન રસપાન કરાવશે. ૧) તા.૧૦ શનીવારે શ્રી સંજયભાઈ ભટ્ટ તથા શ્રી ઉત્તમભાઈ ધનેશા, ૨) તા.૧૧ રવિવારે વેરાવળ - ભાલકા -ેમપરિવાર, ૩) તા.૧૨ સોમવારે શ્રી જીજ્ઞેશભાઈ ટીલાવત તથા સાથી વળંદ, ૪) તા.૧૩ મંગળવારે શ્રી બાલાહનુમાન મંદિર - જામનગર, ૫) તા.૧૪ બુધવારે ધનિશભાઈ પાંઉ તથા અશોકભાઇ પીત્રોડા - પોરબંદર પ્રેમપરિવાર, ૬) તા.૧૫ ગુરૂવારે શ્રી મહેશભાઇ બથીયા તથા શ્રી મહેશભાઈ વાગડીયા તથા મિત્ર મંડળ પોતાની આગવી શૈલીમાં વિશેષ સંકીર્તનનું રસપાન કરાવશે. આ સમગ્ર ઉત્સવ દરમ્યાન દરરોજ વિશેષ ઝાંખી દર્શન કરાવવામાં આવશે. તા. ૧૫ના રોજ મહા રાસ દર્શન નું આયોજન પણ કરવામાં આવ્યું છે.
તા.૧૫ શ્રી અખંડ સંકીર્તનના ૧૫૦૦૦માં દિવસે સાંજે ૫:૩૦ થી ૦૭ દ્વારકાના શ્રી હરીશભાઈ ભોગાયતાના આચાર્ય પદે સોડષોપચાર પૂજન શ્રી રામનામ મહારાજ, શ્રી સદ્ગુરૂ પાદુકા પૂજન, અર્ચન, અભિષેક, વિશેષ ઉત્સવ આરતી યોજાશે.
કાર્યક્રમને સફળ બનાવવા મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ગોવિંદભાઈ ભાતેલીઆ, શ્રી હસુભાઇ ભગદે, શ્રી રાજુભાઈ દાવડા (મો.૮૧૬૦૪૬૬૮૭૧), શ્રી હરૂભાઈ નથવાણી, શ્રી અનીલભાઈ ભાયાણી, શ્રી દિનેશભાઈ રાયચુરા, શ્રી ચંદુભાઇ પરચાણી, શ્રી હર્ષદભાઈ ગોહેલ તથા શ્રી હરિનામ સંકીર્તન મંડળના તમામ કાર્યકરો અને સભ્યો દિવસ રાત કાર્યરત હોવાનું જણાવાયું છે. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
(4:24 PM IST)










