<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સોલાર વીજ ગ્રાહકોમાં

હરણફાળઃ ર લાખ ૯૧ હજાર ગ્રાહકોઃ ૬પ કરોડ ચૂકવાયા વીજ તંત્રે ગ્રીન એનર્જી તરફ જબરી પ્રગતિ સાધીઃ સોલાર ગ્રાહકોમાં અભૂતપૂર્વ વધારો

રાજકોટ તા. ૮: પી.જી.વી.સી.એલ. દ્વારા વર્ષ ર૦ર૪-રપ દરમિયાન એલ.ટી. કેટેગરીના કુલ ર૯૧૪૮૭ ગ્રાહકો પાસેથી ૩૯૧.૩પ મીલીયન યુનિટ સોલાર પાવરની ખરીદી કરવામાં આવેલ છે. જેમાં ગત વર્ષ ર૦ર૩-ર૪ની સરખામણીએ સોલાર ગ્રાહકોની સંખ્‍યામાં ૬૦.૯૭% અને સોલાર પાવર ખરીદી અન્‍વયે ગ્રાહકોને પેમેન્‍ટની રકમમાં પ૭.પપ%નો અભૂતપૂર્વ વધારો નોંધાયેલ હોવાનું વીજ તંત્રના અધીકારી સૂત્રોએ ઉમેર્યું હતું.

વધુમાં જણાવવાનું કે વર્ષ ર૦ર૪-રપ દરમિયાન પી.જી.વી.સી.એલ. દ્વારા ખરીદ કરવામાં આવેલ અન્‍વયે રૂ. ૬પ.પ૮ કરોડનું ગ્રાહકોને ટૂંક સમયમાં પેમેન્‍ટ કરવામાં આવશે.

આથી હજુ પણ વધુને વધુ ગ્રાહકો કેન્‍દ્ર સરકારની સોલાર સ્‍કીમ અંતર્ગત સબ સીડીનો લાભ લઇને સોલાર પાવર અપનાવીને વીજ ક્ષેત્રે આત્‍મનિર્ભર બનવા તેમજ ગ્રીન એનર્જી દ્વારા પર્યાવરણ જાળવણીમાં પોતાનું અમુલ્‍ય યોગદાન આપે તેવો અનુરોધ કરાયો છે.

વર્ષ ર૦રર-ર૩માં ૧ લાખ ૩ર હજાર સોલાર ગ્રાહકો હતા તે ર૦ર૪-રપમાં ર લાખ ૯૧ હજારે પહોંચ્‍યા છે, ર૦રર-ર૩માં ૧૬૬ યુનિટ સામે ર૦ર૪-રપ ૩૯૧.૩પ યુનિટ (MU)  ની ખરીદી કરાઇ હતી. તેમજ ર૦રર-ર૩માં ગ્રાહકોને ર૯ કરોડ ચૂકવાયા હતા, તે ર૦ર૪-રપમાં ૬પ કરોડથી વધૂની રકમ સોલાર ગ્રાહકોને ચૂકવાઇ છે. 

(4:22 PM IST)