<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

આવાસ યોજનાના ડ્રોમાં આવાસ લાગેલ અરજદારો ફોર્મમાં ભુલ સુધારી શકશે

મનપાનું માનવતાભર્યુ પગલુ તા.૨૩ મે સુધીમાં કોઇ અપુરતા આધાર-પુરાવા માટે કોર્પોરેશનના આવાસ યોજના વહીવટી વિભાગમાં અરજી કરી શકશે

રાજકોટ, તા.૮: ગત માર્ચ મહિનામાં ભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે થયેલ આવાસ યોજનાના ડ્રોમાં આવાસ લાગેલ અરજદાર તેમના ફોર્મમાં અપુરતા આધાર-પુરાવાઓની પુર્તતા કરી શકશે. રૂ.૩૦૦ના સ્‍ટેમ્‍પ પેપર પર નોટરાઇઝ્‍ડ સોગંદનામું તથા જરૂરી આધાર-પુરાવા સાથે તા.૨૩ મે સુધીમાં આવાસ યોજના વહીવટી વિભાગમાં અરજી કરી શકશે તેમ મહાનગરપાલિકાના મેયર  નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને હાઉસિંગ ઈમ્‍પ્રુવમેન્‍ટ અને ક્‍લીયરન્‍સ સમિતિના ચેરમેન નિતિનભાઈ રામાણીએ જણાવ્‍યુ હતુ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૬મેના રોજ EWS-2 કેટેગરીના ૧૩૩ અને MIG કેટેગરીના ૫૦ ખાલી પડેલ આવાસોનો જાહેર કોમ્‍પ્‍યુટરાઇઝ ડ્રો મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે કરવામાં આવેલ. અત્‍યાર સુધી ફોર્મ ચેકીંગ બાદ આવાસનો ડ્રો કરવામાં આવતો હતો જયારે આ વખતે પ્રથમ વખત બધા જ અરજદારોનો ડ્રોમાં સમાવેશ કરવામાં આવેલ છે અને ત્‍યારબાદ ફોર્મ ચેકીંગની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આથી ડ્રો માં આવાસ લાગેલ હોય એવા અરજદારોની ફોર્મ ભરતી વખતે થયેલી નાની ભૂલના કારણે ફોર્મ અરજી રિજેકટ ના થઈ જાય એ માટે માનવતાના ધોરણે અરજદારોને એક તક આપવામાં આવે છે. અપુરતા આધાર-પુરાવાઓની પુર્તતા કરવા માંગતા હોય એવા અરજદારો રૂ.૩૦૦ના સ્‍ટેમ્‍પ પેપર પર નોટરાઇઝ્‍ડ સોગંદનામું તથા જરૂરી આધાર-પુરાવા સાથે તારીખઃ૨૩ સાંજે ૫ વાગ્‍યા સુધીમાં આવાસ યોજના વહીવટી વિભાગમાં અરજી કરી શકશે.

ડ્રોમાં આવાસ લાગેલ હોય એવા તમામ અરજદારો દિનાંક ૯ મે બપોરે ૧ વાગ્‍યેથી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર પોતાની અરજીની સ્‍થિતિ જાણી શકશે અને જો કોઈ વાંધા-સુચનો હોય તો આવાસ યોજના વહીવટી વિભાગમાં રૂબરૂમાં રજુઆત કરી શકશે. દિનાંક ૨૩ સાંજના ૫ વાગ્‍યા બાદ કરવામાં આવેલ કોઈપણ રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ. ઉકત બાબતે રાજકોટ મહાનગરપાલિકાનો નિર્ણય આખરી તથા બંધનકર્તા રહેશે.

ફોર્મની ચકાસણીમાં જે અરજીઓમાં તમામ આધાર-પુરાવાઓ મળી આવ્‍યા છે, એવા અરજદારોને દિનાંક ૧૯થી સિવિક સેન્‍ટર, સેર્ન્‍ટ્‍લ ઝોન ઓફીસ, ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ મહાનગરપાલિકા ખાતે પ્રથમ હપ્તો ભરપાઈ કર્યે અલોટમેન્‍ટ લેટર આપવાની કામગીરી કરવામાં આવશે.

ડ્રોમાં વેઇટીંગ યાદીમાં આવેલ જે અરજદારો પોતાની ડિપોઝીટ પરત લેવા માંગતા હોય એમણે પોતાની પાત્રતા રદ કરવાની બાંહેધરી આપી www.rmc.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અગાઉ અરજી કરેલ હોય એવા અરજદારોએ ફરીથી અરજી કરવાની રહેશે નહીં.

(4:39 PM IST)