<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

શેર માર્કેટના નામે રૂા.૧૧.૪૭ લાખની ઠગાઇમાં ફરાર જય ત્રિવેદી પકડાયો

સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ જે.એમ.કૈલા તથા ટીમે જયને સુરતથી દબોચ્‍યો

રાજકોટ તા. ૮: શેરમાર્કેટના નામે ફેક એન્‍ડ્રોઇડ એપ્‍લીકેશન ડાઉનલોડ કરાવી રોકાણના નામે વેપારી સાથે રૂા. ૧૧.૪૭ લાખની છેતરપીંડીના ગુનામાં નાસતા-ફરતા શખ્‍સને સાયબર ક્રાઇમ પોલીસે સુરતથી ઝડપી લીધો હતો.મળતી વિગત મુજબ શેર માર્કેટના નામે ફેક એન્‍ડ્રોઇડ એપ્‍લીકેશન ડાઉનલોડ કરાવી રોકાણના નામે રૂા. ૧૧.૪૭ લાખની છેતરપીંડી કર્યાની ફરીયા સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં નોંધાઇ હતી. આ બનાવમાં આરોપીને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા એ સૂચના  આપતી સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ જે.એમ.કૈલા તથા બી.બી.જાડેજાના માર્ગશર્દન હેઠળ જય ધીરેન્‍દ્રકુમાર ત્રિવેદી (રહે. આકાશદીપ ટાવર ફલેટ નં. ૧૦૭ પાર્ક કોલોની જામનગર) ને સુરતથી પકડી લીધો હતો. આ કામગીરી પીઆઇ જે.એમ.કૈલા, બી.બી.જાડેજા, કે.પી.પટેલ તથા કોન્‍સ. શિવભદ્રસિંહ  જાડેજા,કોન્‍સ. પૃથ્‍વીરાજસિંહ જાડેજા, જયભાઇ આદ્રોજા દ્વારા કરવામાં આવી હતી.

(3:52 PM IST)