News of Thursday, 8th May 2025
રાજકોટમાં શનિવારથી ત્રણ દિ' ઇન્ટરનેશનલ બુધ્ધિસ્ટ ફેસ્ટિવલ
દરેક સમાજના ધર્મગુરૂઓના હસ્તે ધમ્મ ધ્વજારોહણ, બૌધ્ધ ધમ્મ દર્શન પ્રદર્શનો, મેજીક શો, પ્રવચન ભગવાન બુધ્ધની ડોકયુમેન્ટ્રી દર્શાવાશેઃ બૌધ્ધ ઉપાસક ઉપાસિકા સંઘ દ્વારા જાહેરાત

રાજકોટઃ બૌદ્ધ ઉપાસક ઉપાસિકા સંઘ દ્વારા બુધ્ધ પૂર્ણિમા નિમિત્તે ત્રિદિવસીય ‘‘ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ ફેસ્ટિવલ''નું આયોજન થયું છે.
બૌદ્ધ ઉપાસક ઉપાસિકા સંઘ દ્વારા વૈશાખી બુધ્ધ પૂર્ણિમા નિમિત્તે ત્રિદિવસીય ‘‘ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ ફેસ્ટિવલ'' તા. ૧૦, ૧૧, ૧ર મે (શનિ,રવિ, સોમ) સુધી આર.એમ.સી. ગ્રાઉન્ડ, નાનામવા સર્કલ, ૧પ૦ફૂટ રીંગ રોડ ખાતે યોજાશે.
આ કાર્યક્રમના પ્રથમ દિવસે સાંજે ૬ વાગ્યે સર્વ ધર્મના ધર્મગુરૂઓ તેમજ ધાર્મિક પ્રતિનિધિઓના વરદ હસ્તે ધમ્મ ધ્વજારોહણ કરી તેમજ બૌધ્ધ ધમ્મ દર્શન પ્રદર્શનીનો મંગલ પ્રારંભ કરવામાં આવશે.બીજા દિવસે રાત્રે ૮ થી ૧૧ સુધી જામનગરના ખ્યાતનામ જાદુગર સંજયરાજ અને રોબર્ટ દ્વારા મેજિક શો યોજાશે. તેમજ ત્રીજા દિવસે તા. ૧ર મે વૈશાખી પાવન બુધ્ધ પૂર્ણિમાની સાંજે ધમ્મ દેશના પ્રવચન રહેશે, એલ.ઇ.ડી. સ્ક્રીન દ્વારા ભગવાન બુધ્ધી ડોકયુમેન્ટ્રી બતાવવામાં આવશે આ તકે સુરેન્દ્રનગર થી શ્રમણ ભન્તે, સુગત વિપસ્સી, કચ્છ થી અને શ્રમણ ભન્તે આનંદ અમરાવતીથી ઉપસ્થિત રહેશે.આયોજનમાં સુમેધ તથાગત દિનેશભાઇ સોલંકી, સંબોધિ તથાગત, રમેશભાઇ દાફડા, રવિકુમાર ચાવડા, જલ્પેશ વાઘેલા, નાગસેન નાગવંશી, નિલેશભાઇ પરમાર, જગદીશભાઇ સોલંકી, દક્ષાબેન પરમાર જોડાયા છે. (તસ્વીર અભિજીત બગથરીયા)
(3:20 PM IST)










