News of Thursday, 8th May 2025
પાટડીમાં સોમવારે શ્રીમાળી સોની પાટડીયા પરિવારના સતીમાં રતનબાનો પાટોત્સવ : નવચંડી યજ્ઞ - સ્નેહ મિલન

રાજકોટ તા. ૮ : સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવારના સતીમાં રતનબાના ૨૮માં પાટોત્સવ નિમિતે સુરેન્દ્રનગરના પાટડી ખાતે તા. ૧૨ ના સોમવારે નવચંડી યજ્ઞ અને શ્રીમાળી સોની પાટડીયા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર સતીમાઁ સેવા ટ્રસ્ટના આગેવાનોએ જણાવ્યુ હતુ કે આ પાટોત્સવમાં ભારતભરમાં વસતા સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવારના લોકો ઉપસ્થિત રહેશે.
સતીમાં મંદિર પાટડી ખાતે તા. ૧૨ના સોમવારે સવારે માતાજીના શણગાર દર્શન ૭.૧૫ વાગ્યે, નવચંડી યજ્ઞનો પ્રારંભ સવારે ૮ કલાકે, ધ્વજારોહણ સવારે ૯ કલાકે, માતાજીની ચુંદડી ૯.૩૦ કલાકે, કુંવારીકા ગોયણી પૂજન સવારે ૧૧ કલાકે સ્નેહમિલન બપોરે ૧૨.૧૫ કલાકે અને મહાપ્રસાદ માટે બપોરે ૧ વાગ્યાથી વ્યવસ્થા રાખેલ છે.
સમગ્ર ધર્મોત્સવને સફળ બનાવવા સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર સતીમાં સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પ્રકાશભાઇ ભગવાનદાસભાઇ વાગડીયા, મેનેજીંગ ટ્રસ્ટી હસમુખભાઇ હરજીવનદાસ પાટડીયા પ્રમુખ અમદાવાદ, મોહનલાલ ચુનીલાલ પાટડીયા ઉપપ્રમુખ ભુજ, હર્ષદભાઇ શાંતિલાલ પાટડીયા મંત્રી હળવદ, જીજ્ઞેશભાઇ નટવરલાલ વાગડીયા સહમંત્રી રાજકોટ, જયસુખભાઇ પોપટલાલ પાટડીયા ખજાનચી, ભરતભાઇ ગોપાલભાઇ પાટડીયા બહુચરાજી સહખજાનચી, રાજેશભાઇ ધીરજલાલ પાટડીયા કઠલાલ ટ્રસ્ટી, કમલેશભાઇ ગીરધરલાલ પાટડીયા રાજકોટ ટ્રસ્ટી, અશ્વિનભાઇ ઝવેરચંદભાઇ પાટડીયા, રાજકોટ ટ્રસ્ટી જીજ્ઞેશભાઇ મનસુખલાલ પાટડીયા, ટ્રસ્ટી દિનેશભાઇ ચંદુભાઇ પાટડીયા, અમદાવાદ ટ્રસ્ટી નટવરલાલ નરભેરામ પાટડીયા, અમદાવાદ ટ્રસ્ટી તથા કમીટી મેમ્બર કલ્પેશભાઇ પાટડીયા, હસ્મિતાબેન પાટડીયા, કોમલબેન પાટડીયા, આશિષભાઇ પાટડીયા, રીટાબેન પાટડીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પાટડીયા પરિવાર સતીમાં સેવા ટ્રસ્ટના સર્વશ્રી જીજ્ઞેશભાઇ વાગડીયા, કમલેશભાઇ પાટડીયા, કલ્પેશભાઇ પાટડીયાા, સુમિતભાઇ વાગડીયા, સંદીપભાઇ પાટડીયા, હસ્મિતાબેન પાટડીયા વગેરે નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:05 PM IST)










