તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ વીકની ઉજવણી અંતર્ગત રક્તદાન કેમ્પ

રાજકોટઃ અંગ્રેજી સમાજ સુધારક, આંકડાશાષાી અને આધુનિક ર્નસિંગ પ્રણાલીના સ્થાપક ફલોરેન્સ નાઇટીંગેલની ૧૨મી મેના રોજ જન્મજયંતિ છે. આ દિવસ આરોગ્ય સંભાળ પ્રણાલીના તે મજબૂત સ્તંભને સમર્પિત છે, જે લોકો માટે સતત દિવસ-રાત કાર્યરત રહે છે. નાઇટીંગેલના મહાન કાર્યને શ્રદ્ધાંજલિ આપવા માટે ૧૨મી મેને ‘આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને નર્સિંગ અઠવાડીયા રૂપે ઉજવવામાં આવે છે. તે અંતર્ગત રાજકોટ શહેર પીડીયુ હોસ્પિટલ ખાતે ઉજવણીનો આરંભ આજથી થયો છે. પીએમએસએસવાય બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોર ખાતે દસ ચીફ ગેસ્ટની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય કરી બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરાયું હતું. જેનો આરંભ દિપ પ્રગટાવીને કરાયો હતો. જેમાં નર્સિંગ સ્ટાફ અને તેમના પરિવાજનોએ પણ સિવિલના દર્દીઓના લાભાર્થે રક્તદાન કર્યુ હતું. તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયા તેમજ ડીન ડો. ભારતીબેન પટેલ, પેથોલોથી વિભાગના હેડ ડો. ગોૈરવી ધ્રુવ, સીનિયર આરએમઓ ડો. એમ. સી. ચાવડા તેમજ નર્સિંગ વિભાગના હેડ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં
(3:03 PM IST)










