તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Thursday, 8th May 2025
ખાદ્યતેલોમાં તેજી : સીંગતેલ અને કપાસીયા તેલમાં ૧પ રૂા.નો ઉછાળો

રાજકોટ, તા., ૮ : ખાદ્યતેલોમાં આજે તેજી જોવા મળી હતી. સીંગતેલ અને કપાસીયા તેલમાં ૧પ રૂપીયાનો ઉછાળો થયો હતો.
સ્થાનીક બજારમાં ખાદ્યતેલોમાં નીચા મથાળે લેવાલી નિકળતા સીંગતેલમાં ૧પ રૂા. વધ્યા હતા. સીંગતેલ લુઝના ભાવ ૧૩૧૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧૩રપ રૂપીયા થયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ રર૬૦ થી ર૩૧૦ રૂા. હતા. તે વધીને રર૭પ થી ર૩રપ રૂા. થયા હતા.
સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૧પ રૂા.નો ભાવવધારો થયો હતો. કપાસીયા તેલ લુઝનો ભાવ ૧ર૧૦ હતા તે વધીને ૧રરપ રૂા. અને કપાસીયા ટીનનો ભાવ ર૧૭પ થી રરરપ રૂા. હતા તે વધીને ર૧૯૦ થી રર૪૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. (૪.૨૦)
(2:56 PM IST)










