<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

પંચનાથ પ્‍લોટમાં કારની ઠોકરે બાઇક ચડી જતાં દાદી-પોત્ર ફંગોળાયાઃ દાદીને હેમરેજ

રામનાથપરાનો ફૈઝાન કુરેશી દાદી અમીનાબેનની કાનની સારવાર કરાવડાવી ઘરે જતો હતો ત્‍યારે બનાવઃ કાર ચાલક સામે ગુનો નોંધાયો

રાજકોટ તા. ૮: પંચનાથ પ્‍લોટમાં બાઇકને કારના ચાલકે ઉલાળી દેતાં બાઇકચાલક રામનાથપરાના યુવાન અને તેના દાદીમાં ફંગોળાઇ જતાં દાદીમાને માથામાં હેમરેજ થઇ જતાં સારવાર માટે દાખલ કરાયા છે. આ બનાવ અંગે એ-ડિવીઝન પોલીસે રામનાથપરા હુશેની ચોક પોલીસ લાઇન પાછળ રહેતાં અને કાપડની દુકાનમાં નોકરી કરતાં ફૈઝાન ઇમરાનભાઇ કુરેશી (ઉ.વ.૨૧)ની ફરિયાદ પરથી સ્‍વીફટ કાર નં. જીજે૦૩કેએચ-૯૨૨૫ના ચાલક સામે ગુનો નોંધ્‍યો છે.

ફૈઝાનના કહેવા મુજબ બુવધારે હું મારા દાદી અમીનાબેન યુસુફભાઇ કુરેશી (ઉ.વ.૭૫)ને કાનની તકલીફ હોઇ જેથી મારા બાઇક જીજે૦૩એમજે-૩૪૩૩માંબેસાડી પંચનાથ હોસ્‍પિટલે બતાવવા લઇ આવ્‍યો હતો. અહિ નિદાન કરાવી લીધા બાદ પરત ઘરે જવા નીકળ્‍યો ત્‍યારે પંચનાથ પ્‍લોટ-૯માં પહોંચતા શેરી નં. ૫ તરફથી સ્‍વીફટ કાર ૯૨૨૫ પુરપાટ ઝડપે આવી હતી અને મારા બાઇક સાથે અથડાઇ જતાં હું અને મારા દાદી ફંગોળાઇ ગયા હતાં. બનાવને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં અને કોઇએ અમને ઉભા કર્યા હતાં. મારાદાદીને નાકમાંથી અને માથામાંથી લોહી નીકળતા હતાં. હું તેને રિક્ષામાં બેસાડી પંચનાથ હોસ્‍પિટલે લઇ ગયો હતો.

અહિ તબિબે નિદાન કરતાં મારા દાદીને માથા પાછળ મુંઢ ઇજાનું જણાવાયું હતું અને ન્‍યુરો સર્જનને  બતાવાવનું કહેતાં બાલાજી ચોક જય હોસ્‍પિટલમાં મારા દાદીને લઇ જતાં તેમને માથા પાછળ હેમરેજ અને જમણા પગમાં ઇજાનું જણાવાયું હતું. દાદીને ગંભીર ઇજા પહોંચી હોઇ જેથી મારે ફરિયાદ નોંધાવવી પડી હતી. એ-ડિવીઝન પીએસઆઇ એચ. એન. જેઠવાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (૧૪.૬)

(2:55 PM IST)