તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
ધો. ૧૦માં પણ ધોળકીયા સ્કુલ સદાબહારઃ બોર્ડ ફર્સ્ટમાં પાંચ તારલાનું ગગન વિહારઃ બોર્ડ ૧ થી ૧૦માં ઢગલો ઝળકયા...

રાજકોટ :.. આજે ધો. ૧૦ નું પરીણામ જાહેર થયું છે, ૮૩ ટકા પરીણામ આવતા રાજકોટના હજારો વિદ્યાર્થી ભાઇ-બહેનો ઝૂમી ઉઠયા છે. દરમિયાન આજે બહાર પડેલા પરીણામમાં પણ ધોળકિયા સ્કુલ જૂથે ડંકો વગાડયો છે, સદાબહાર વસંત ખીલવી છે, બોર્ડમાં ૯૯.૯૯ પી. આર. સાથે બોર્ડ ફર્સ્ટમાં પાંચ વિદ્યાર્થી ઝળકી ઉઠયા છે, તો બોર્ડ ૧ થી ૧૦ માં ઢગલો ઉમેદવારોએ ગગન વિહાર કર્યુ છે, સ્કુલ ખાતે આનંદ ઉત્સવ હતા, ફટાકડાના ધુમ-ધડાકા, ડી. જે. સાથે રાસ-ગરબાની રંગત જામી હતી, સંચાલકોની કૃષ્ણકાંત ધોળકીયા-જીતુભાઇ ધોળકીયાની આંખમાંથી ખુશીના આંસુ છલકી ઉઠયા હતાં.
(2:05 PM IST)










