તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
ભાજપ સાંસ્કૃતિક સેલના કાર્યક્રમો બુકલેટરૂપે પ્રકાશિત : અહેવાલ પાટીલજીને સુપ્રત

રાજકોટ : સાંસ્કૃતિક સેલ ભાજપ ગુજરાત દ્વારા ગત વર્ષોમાં અનેક સકારાત્મક અને સાર્થક પ્રવૃત્તિઓ થઇ અને વિવિધ ક્ષેત્રના કલાકરો એક છત્ર હેઠળ આવ્યા. મંચ અને પ્રોત્સાહન મળ્યુ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પત્ર લખીને શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હોય એવી તેમના ૭૩માં જન્મ દિવસની ત્રણ દિવસ સુધી વિશેષ ઉજવણી 'શબ્દરંગ', રામ મંદિર સ્થાપના નિમિતે 'સબ કે રામ, ઓન ઇન્ટાગ્રામ', 'સેલીબ્રીટી મીટ એન્ડ ગ્રીટ વીથ શ્રી જય શાહ' અંતર્ગત સૌપ્રથમ વખત ૪૦૦ થી વધારે કલાકાર વિધાનસભાની મુલાકાતે આવ્યા. આમ અનેક કાર્યક્રમો થકી ગુજરાતભરના હજારો કલાકારો જોડાઇ શકયા એ પાછળ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની પ્રેરણા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શન અને પ્રદેશના સભ્યોના સાથ સહકાર તેમજ ગુજરાતના વિવિધ તાલુકા અને શહેરની સાંસ્કૃતિક સેલ ટીમની મહેનતથી શકય બન્યુ હતુ. આ સમગ્ર કાર્યક્રમોનો સચિત્ર અહેવાલ પુસ્તકરૂપે આજરોજ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશકિત મંત્રી સી. આર. પાટીલને સુપ્રત કરવા સાંસ્કૃતિક સેલની ટીમ ખાસ સુરત પહોંચી હતો. જેમાં પ્રદેશ સાંસ્કૃતિક સેલ સંયોજક જનક ઠકકર, પ્રદેશ સદસ્ય ઉર્વશી રાદડીયા, મહર્ષિ દેસાઇ, અમદાવાદ જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલના સંયોજક અને પ્રદેશ ટીમ સાથે સક્રીય રાકેશ પુજારા તેમજ સુરત સાંસ્કૃતિક સેલના સંયોજક વૈભવ દેસાઇ પણ જોડાયા હતા. સી. આર. પાટીલે આ નવતર પ્રયોગ બદલ પ્રશંસા કરી ખુશી વ્યકત કરી હતી. તેમ ભાજપ સાંસ્કૃતિક સેલ રાજકોટ મહાનગરના વિજય કારીયાની યાદીમાં જણાવાયુ છે
(2:03 PM IST)










