તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
રાજકોટ યાર્ડમાં બીજા દિવસે કમિશન એજન્ટોની હડતાલ યથાવત : કરોડોનું ટર્નઓવર ઠપ્પ
જે.કે.ટ્રેડીંગ કાુ. દ્વારા ૧રપ કમીશન એજન્ટોને બાકી નાણા ન ચુકવાતા મડાગાઠ યથાવત

રાજકોટ, તા., ૮: સૌરાષ્ટ્રના રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કમીશન એજન્ટોએ બીજા દિવસે પણ હડતાલ યથાવત રાખતા યાર્ડમાં કરોડોનું ઠપ્પ થઇ ગયું છે.
મળતી વિગતો મુજબ રાજકોટ યાર્ડમાં આવેલ જે.કે.ટ્રેડીંગ કાૂં. નામની પેઢી દ્વારા યાર્ડના ૧૦૦ થી ૧રપ કમીશન એજન્ટોને બાકી રહેતા ૧૭ કરોડ ન ચુકવાતા આ બાકી પેમેન્ટ કમીશન એજન્ટોને ન ચુકવાઇ ત્યાં સુધી ગઇકાલથી કમીશન એજન્ટ એસોસીએશન દ્વારા અચોક્કસ મુદત સુધી રાજકોટ યાર્ડ બંધનું એલાન આપ્યું હતું.
દરમિયાન આજે પણ જે.કે.ટ્રેડીંગ કંપની દ્વારા કમીશન એજન્ટોને બાકી પેમેન્ટ ચુકવાતા યાર્ડના તમામ કમીશન એજન્ટોએ બંધ પાળતા યાર્ડમાં મગફળી, કપાસ સહિતની તમામ જણસીની હરરાજી ઠપ્પ થઇ ગઇ હતી.
કમીશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું હતું કે યાર્ડના કમીશન એજન્ટોને જે.કે. ટ્રેડીંગ કંપની દ્વારા બાકી પેમેન્ટ નહિ ચુકવાય ત્યાં સુધી યાર્ડ બંધ રહેશે. આ અંગે મીટીંગનો દોર ચાલુ છે.
(12:14 PM IST)










