તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th May 2025
રીબડાના અમીત ખુંટના આપઘાત પ્રકરણમાં રીધ્ધી પટેલ અને પુજા રાજગોરની પોલીસ દ્વારા પુછપરછ
બંન્ને યુવતની પુછપરછ બાદ આગળની કાર્યવાહી કરાશે : જીલ્લા પોલીસ વડા હિમકરસિંહ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા., ૬: ગોંડલ તાલુકાના રીબડા ગામે રહેતા દુષ્કર્મ કેસના આરોપી અમિત દામજીભાઈ ખુંટને આપઘાત માટે મજબુર કરનાર બે યુવતીઓની ગોંડલ પોલીસે પુછતાછ હાથ ધરી છે.
રીબડાના અમીત ખુંટને આપઘાત માટે મજબુર કરનાર અનિરૂધ્ધસિંંહ મહિપતસિંહ જાડેજા, રાજદીપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (રહે. બંને રીબડા) તથા રીધ્ધી પટેલ અને પુજા રાજગોર સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ગોંડલ તાલુકા પોલીસે જેની સામે ફરીયાદ થઇ છે તે યુવતી રીધ્ધી પટેલ તથા પુજા રાજગોરની પોલીસે પુછપરછ હાથ ધરી હોવાનું જીલ્લા પોલીસ વડા હિમકરસિંહે જણાવ્યું હતું.
આ બંને યુવતીઓની પુછતાછ બાદ આગળની કાર્યવાહી કરાશે. તેમજ અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરાઇ હોવાનું જીલ્લા પોલીસ વડા હિમકરસિંહે જણાવ્યું હતું.
(12:15 PM IST)










