<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

ગઢકા માં મનરેગાનું કામ તથા ખોખડદડમાં આરોગ્‍ય કેન્‍દ્ર-આંગણવાડી નિહાળતા ડીડીઓ

સરકારી સેવાની ગુણવતા ચકાસવા અનંદુ સુરેશ ગોવિંદ મેદાને : સીટીઝન ઇન્‍ફોર્મેશન બોર્ડ મુકવા તથા લાભાર્થીઓને પુરતા લાભ આપવા સુચના

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ (આઇ.એ.એસ.)એ રાજકોટ તાલુકાના ગઢકા માં મનરેગાના કામની તથા ખોખડદડમાં આરોગ્‍ય કેન્‍દ્ર અને આંગણવાડીની મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ, તા., ૩ : ગઇકાલે  જિલ્લા વિકાસ અધિકારી રાજકોટ શ્રી અનંદુ ગોવિંદ દ્વારા ગઢકા ખાતે ચાલતા તળાવનાં મનરેગાનાં કામની મુલાકાત લેવામાં આવેલ હતી જયાં મનરેગાનાં શ્રમિકોને મળી તેમની મુશ્‍કેલીઓ, છાંયડાની વ્‍યવસ્‍થા, પીવાનાં પાણીની વ્‍યવસ્‍થા વિગેરે જરૂરી બાબતોનું નિરીક્ષણ કરવામાં આવેલ અને શ્રમિકોની વિગત દર્શાવતુ સીટીઝન ઇન્‍ફોર્મેશન બોર્ડ સ્‍થળ  પર રાખવાની, હાલમાં શાળાઓમાં વેકેશન ચાલતુ હોય શ્રમિકો તેમનાં બાળકોને સાથે લાવતા હોય તો તેમની માટે જરૂરી વ્‍યવસ્‍થા કરવા તેમજ અન્‍ય જરૂરી સુચનાંઓ આપવામાં આવેલ હતી. આ તકે શ્રમિકોઓને છાસ વિતરણ પણ કરવામાં આવેલ હતી.

 ઉપરાંત ખોખડદડ ખાતે આંગણવાડીની મુલાકાત કરવામાં આવી હતી અને આંગણવાડીની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ તથા ખુટતી સુવિધાઓની ચર્ચા કરી લગત અધિકારીઓને જરૂરી સુચનાં આપવામાં આવેલ, લાભાર્થીઓને આપવામાં આવતા પુરક પોષણનાં નાસ્‍તાની ગુણવતાની જાત ચકાસણી કરવામાં આવેલ હતી. આરોગ્‍યનાં સ્‍ટાફ સાથે જરૂરી સંકલન કરી બાકી રહેતા તથા વાડી વિસ્‍તારનાં શ્રમિકોના બાળકો તથા સર્ગભા માતાઓને પણ આંગણવાડીનાં લાભો મળે તે જોવા  સુચનાં આપવમાં આવી.

પ્રાથમીક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે આપવામાં આવતી સેવાઓ અને કામગીરીની ચકાસણી કરી, સર્ગભા માતાઓ તથા નવજાત શિશુઓને હોમ બેઇઝ સંભાળ (HBNC) વ્‍યવસ્‍થિત રીતે મળી રહે તે બાબત ઉપર પણ ભાર આપી જરૂરી સુચનાઓ આપવામાં આવી તથા ખુટતી તેમજ બંધ પડેલી સાધન સામગ્રીની માહિતી મેળવી ગુણવત્તા સભર સેવાઓ લાભાર્થીઓને મળી રહે તે બાબતે તાલુકા હેલ્‍થ ઓફીસર, મેડીકલ ઓફીસર તથા સ્‍ટાફને જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી.

(12:03 PM IST)