તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st May 2025
રાજકોટમાં નોનવેજના વેચાણની જાહેરાતથી વિવાદ
RMC દ્વારા પોસ્ટરો તાત્કાલિક કરાયા દૂરઃબસ સ્ટોપ પર નોનવેજ ફૂડની જાહેરાતના લાગેલા પોસ્ટરો દૂર કરવામાં આવ્યા છે

રાજકોટ: રાજકોટ શહેરમાં નોનવેજનું ખુલ્લેઆમ વેચાણ કરવાની જાહેરાતો લગાવવામાં આવતા મોટો વિવાદ સર્જાયો છ. ઝોમેટો દ્વારા ચિકન વેચાણની જાહેરાતો લગાવવામાં આવી છે. જો કે RMCના ધ્યાને આવતા તાત્કાલિક અસરથી જાહેરાતો હટાવવામાં આવી છે. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે ચીકન વેચાણની જાહેરાતો હટાવવા માટે આદેશ આપ્યા હતા. શહેરમાં બસ સ્ટોપ પર નોનવેજ ફૂડની જાહેરાતના લાગેલા પોસ્ટરો દૂર કરવામાં આવ્યા છે. બસ સ્ટોપ પર લગાવવામાં આવેલી જાહેરાતમાં લખ્યું હતું 'દિલ્હી કા બટર ચિકન, કાશ્મીર કી વાઝવાન બિરયાની' ત્યારે આ મામલે હવે એડ એજન્સીને નોટિસ આપવા RMCએ આદેશ આપ્યા છે. આ સમગ્ર મામલે કોંગ્રેસે મનપા સામે બેદરકારીના આક્ષેપ લગાવ્યા છે. કોંગ્રેસ નેતા અતુલ રાજાણીએ કહ્યું કે આવી જાહેરાતોથી ખુબ જ દુઃખ થાય છે. આવા બેનરો ના લગાડવા જોઈએ. કોંગ્રેસ દ્વારા આ ઘટનાને લઈને મનપા સામે બેદરકારી અંગેના સવાલ ઉઠાવવામાં આવ્યા છે. એક બસ સ્ટોપમાં બેનર લાગેલું હતું, જેની જાણ અમારા જાગૃત કાર્યકરે અમને કરી અને તરત જ અમે તે રિમૂવ કરાવી નાખ્યા છે. ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં બને તેની તકેદારી રાખવામાં આવશે. જાહેરાતો માટે ચોક્કસ નિયમો છે અને એ હેઠળ જ અમે નોટિસ પણ સબંધિત એડ એજન્સીને કરીશું. સાથે જે જ્યાં જ્યાં નિયમ વિરુદ્ધના નોનવેજના હાયડા ચાલુ છે તે પણ દૂર કરીશું.
(9:39 PM IST)










