<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

રજપૂત મુમુક્ષુ હેત્‍વી પરમાર આત્‍મકલ્‍યાણ પંથેઃ તા.૮ ના પ્રવજયા

પૂ.પ્રશાંતમુર્તિ આ.દેવેશ શ્રીમદ વિજય તીર્થ ભદ્ર સુરિશ્વરજી મ.સા.,પૂ.પં.પ્ર.તીર્થરતી વિજયજી મ.સા., પૂ.પં.શ્રી તીર્થ રૂચી મ.સા.આ.ઠા., ગોંડલ સંપ્રદાયના પૂ.ધીરજમુની મ.સા.તથા સાધ્‍વીજી ભગવંતોની પાવન નિશ્રા શ્રી પ્‍લોટ શ્વે.મુર્તિપુજક જૈન તપગચ્‍છ સંઘના આંગણે તા.૪ ને રવિવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોઃ ગુરૂવારના રોજ સવારે ૬:૩૦ વાગ્‍યાથી દિક્ષાનો મંગલ પ્રારંભ

ચિ.હેત્‍વીબેન પરમારના દિક્ષા મહોત્‍સવ પ્રસંગે ‘‘અકિલા''ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાને મુમુક્ષુ હેત્‍વીબેન પરમાર, વિમલભાઇ પરમાર, કમલેશભાઇ દામાણી તથા રીઝલ્‍ટ એડના મેહુલભાઇ દામાણીએ પ્રવજયા પ્રસંગે ઉપસ્‍થિત રહેવા આમંત્રણ પાઠવ્‍યું હતું. (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)

રાજકોટ તા.૧: અનંત સુખોને પ્રાપ્ત કરવા માટે સંસારના ભૌતિક સુખોનો ત્‍યાગ કર્યા વગર બીજો કોઇ માર્ગ નથી, રત્‍નત્રયીની આરાધના માટે ત્‍યાગ જ મહામંત્ર છે. આત્‍મા અનાદિકાળથી કર્મના કારણે જુદી જુદી ગતિઓમાં ભટકયા કરે છે. આ પરિભ્રમણમાંથી છૂટવા માટે સર્વત્‍યાગનો માર્ગ શ્રેયકર છે. પૂ. ગુરૂભગવંતોના પાવન સત્‍સંગ અને સંસર્ગથી રાજકોટના રજપૂત પરિવારનાં વિમલભાઈ મનુભાઈ પરમારની સુપુત્રી ચિ.હેત્‍વી (ઉ.વ.૨૦) સંસારના સ્‍વરૂપને જાણ્‍યા પછી યુવા વયે પ્રવ્રજયાનો માર્ગ ગ્રહણ કરીને આત્‍મકલ્‍યાણના પંથે પગલા માંડશે.

મુમુક્ષુ ચિ. હેત્‍વીનું હૈયાના હેત સાથે દેરાવાસી, સ્‍થાનકવાસી, જૈન સમાજમાં સન્‍માન કરાયુ છે.રાજકોટનાં વિવિધ સ્‍થાનકવાસી તેમજ દેરાવાસી સંઘો દ્વારા તેમજ સૌરાષ્‍ટ્ર-ગુજરાત અને મુંબઇ, ઇંદોર, ચેન્નઈ, કલકત્તા સહીતનાં શહેરોમાં છેલ્લા કેટલાંક મહિનાઓથી સામૈયું તથા સંઘ સન્‍માન થઇ રહ્યા છે.

મુમુક્ષુ ચિ. હેત્‍વી પરમાર કચ્‍છ વાગડ અઘ્‍યાત્‍મ યોગી પૂ. કલાપૂર્ણસૂરિજી સમુદાયના ગચ્‍છાધીપતિ પૂ. કલાપભસૂરિજી મહારાજ તથા આચાર્ય દેવેશ શ્રી તીર્થભદ્ર વિજયજી મહારાજના આશીર્વાદ મેળવ્‍યા છે. ચિ. હેત્‍વી ના હૈયામાં પ્રવજયાના ઉત્‍કળષ્ટ ભાવ તેમના મામા મહારાજ શ્રીતીર્થહંસવિજયજી મહારાજ (હર્ષભાઈ) એ અસ્‍થિમજ રૂપે કર્યા અને વિરતીનાં પરિણામમાં પરિવર્તન પામ્‍યા. ચિ.હેતવી તેમનું જીવન સાઘ્‍વીજી પ.પૂ. જયરેખાશ્રીજી મહાસતીજી નાં પરિવારમાં પ.પૂ.સાધ્‍વીશ્રી જિનેશ્વરાશ્રીજી મહાસતીજીને સમર્પિત કરશે.       રાજકોટનાં કરણપરા વિસ્‍તારમાં પ્રિતા પાન અને  પ્રિતા સોપારીનાં વ્‍યવસાય સાથે સંકળાયેલ રજપુત પરિવારનાં શ્રી મનસુખભાઈ પરમાર તથા શ્રીમતિ જયશ્રીબેન મનસુખભાઈ પરમારનાં સુપુત્ર વિમલભાઈ પરમાર તથા તેમના જીવનસંગીની ઉન્નતીબેન પરમારની સુપુત્રી ચિ.હેત્‍વી વિમલભાઈ પરમાર માત્ર ૨૦ વર્ષની કુમળી વયે જૈન દિક્ષા લેવા જઈ રહયા છે, આ કદાચ પ્રથમ વાર જ બનેલ છે કે કોઈ રજપૂત ક્રયા જૈન સમાજમાં દિક્ષા લઈ રજપૂત સમાજનું નામ રોશન કરવા જઈ રહયા છે આ સમસ્‍ત રજપૂત સમાજ માટે એક ગૌરવસમી ક્ષણ બની રહેલ છે. ચિ.હેત્‍વી પરમારનાં નાના શ્રી કમલેશભાઈ દામાણી  જૈન ધર્મનાં મુળ સિઘ્‍ધાંતોને પોતાના જીવનમાં એટલા સુંદર વણેલા કે સુર્યાસ્‍ત પછી કયારેય જમવાનું તો નહિં પરંતુ શારિરીક પ્રતિકળળતાની પળોમાં પણ સુર્યાસ્‍ત પછી કયારેય વાપરયું નથી. કંદમુળ ત્‍યાગની સાથે જૈનોની કુળદેવી સમા જીવદયાના પરિણામ પણ એટલા જ મજબ્‍ુાત હતા. રસોઈધર થી માંડી સમગ્ર ધરમાં જયણા ધર્મની ઉજ્જવલ પાલના દ્રષ્ટીગોચર થાય તો ભાવદયા રૂપ કષાયની મંદતા વિષય વેરાગ્‍ય પણ એટલો જ અદ્ભુત. આવા સંસ્‍કારરૂપિ ગુણ સાથે કમલેશભાઈ દામાણી અને આશાબેનના દિકરા ચિ.હર્ષએ માત્ર ને માત્ર ૧૩ વર્ષની ઉમંરે આજથી ૧૫ વર્ષ પહેલા દિક્ષા ગ્રહણ કરેલ હતી, આજે એ જ દામાણી પરિવારની દિકરી અ.સૌ. ઉન્નતી વિમલભાઈ પરમારનાં પરિવારમાં પણ આદર્શ વૈરાગી ગુણ મુમુક્ષુ ચિ.હેત્‍વી પરમારએ ખૂબ જ સુંદર રીતે દીપાવ્‍યા છે.

 દિક્ષાર્થી ચિ.હેત્‍વી

પરમારનો પરિચય

હેત્‍વી પરમાર આજ સુધી એ સુખની છોળોમાં ઉછરેલી છે. આજ સુધી શ્રમણોપાસકએ જેનો શુઘ્‍ધ ધર્મ હતો એ આજે શુઘ્‍ધધર્મોપાસક શ્રમણ બની રહી છે, અમારા કાળજાના કટકા સમી આ દિક્ષાર્થી હેત્‍વી પરમારએ માત્ર ૨૦ વર્ષની કુમળી ઉંમરમાં વિવિધ દર્શન આરાધના જેવી કે ગિરનાર, શિખરજી, આબ્‍ુા, તારંગા, શંખેશ્વર, ભદ્રેશ્વર, ૧૧૧ કલ્‍યાણક ભૂમિ સ્‍પર્શનાં આદિ તિર્થ યાત્રા ઉપરાંત જ્ઞાન સાધનામાં પાંચ પ્રતિક્રમણ, નવસ્‍મરણ, ૪ પ્રકરણ, ૩ ભાષ્‍ય, ૬ કર્મગ્રંથ, વિતરાગસ્ત્રોત, વૈરાગ્‍યશતક, ઈન્‍દ્રીય પરાજય શતક, સબોધ સત્તરી, તત્‍વાર્થ સૂત્ર, પંચસૂત્ર, જ્ઞાનસાર, યોગસાર, યોગશાષા, હૃદય-દિપ, દશવેકાલિક સૂત્રનાં ૪ અધ્‍યયન, કુલસંગ્રહ, વર્ધમાનશક્રસ્‍તવ, શંત્રુજય લધુકલ્‍પ, સમાધિસતક ની સાધના કરેલ છે. જ્‍યારે અર્થમાં પાંચ -તિક્રમણ, ૪ પ્રકરણ, ૩-કર્મગ્રંથ, વૈરાગ્‍યશતક, કુલસંગ્રહ ની સાથે સાથે સંસ્‍કળતમાં પણ હેમ સંસ્‍કળત -વેશીકા, ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચારિત્ર ૧૦મું પર્વ, સમરાદિત્‍ય ચત્રિ, ગૌતમ પૂષ્‍છા, વર્ધમાનેશનાં પણ જ્ઞાન પ્રાપ્ત કરેલ છે. તેમજ ચારિત્ર સાધનામાં ૬૪ પ્રહરી પૌષધ, ઉપધાન, ૧૬૦૦ કીમીનો વિહાર (સાઉથ થી ગુજરાત) અને તપ ઉપાસનામાં વર્ધમાન તપની ૭ ઓળી અને અઠ્ઠાઈ પણ કરેલ છે. હેત્‍વી પરમાર ૨૦ વર્ષની વયે સમગ્ર સંસારનો ત્‍યાગ કરી ગુરુ ચરણે જીવન સમર્પણ કરી સંયમમાળ પહેરી રહયો છે. બાળ દિક્ષાર્થિ હેત્‍વી પરમાર પૂજ્‍ય ગુરુમૈયા ગણિવર્યશ્રી તીર્થભદ્રવિજ્‍યજી મહારાજ સાહેબનાં ચરણોમાં સ્‍વજીવન સમર્પિત કરી સાધના માર્ગે પ્રયાણ કરશે.

 તા.૪ ને રવિવારે સવારે ૭ કલાકે આચાર્ય ભગવંત પ.પૂ. તીર્થભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણાઓનો નગર પ્રવેશ નિમિતે ભવ્‍યાતિ ભવ્‍ય સ્‍વાગત વરધોડો નિકળશે જેમાં વિશાળ સંખ્‍યામાં જૈન સમાજ તેમજ રજપૂત સમાજનાં ભાઈ-બહેનો ઉપરાંત કાર તેમજ ટુ વ્‍હીલર ધારકો તેમજ જૈન સમાજનાં સાધુ-સંતો જોડાશે, આ વરઘોડામાં ડેકોરેટીવ બગી, સાફાધારી અને બેડાધારી બહેનો, વેશભુષામાં સજ્જ બાળકો, ઢોલ નગારા સાથે આ વરઘોડો શ્રી આશાપુરા મંદિર પાસે થી પ્રારંભ થઈ, સંતોષ ડેરી ફાર્મ, કરણપરા ચબ્‍ુાતરા ચોક, મઢુલી ચોક, જિનાજ્ઞા, ડો.કેશુભાઈ દવાખાનું, કોર્પોરેશન ચોક, જી.ટી. ગર્લ્‍સ સ્‍કુલ, ગેસ્‍ફોર્ડ સિનેમા, માલવીયા ચોક, મહાવીરભુવન જૈન બોર્ડીંગ ખાતે પૂર્ણાહુતિ થશે.

વરઘોડા દરમ્‍યાન જ નવકારશીનાં પાસ આપવામાં આવશે, સવારે ૮.૩૦ સકલ સંઘની નવકારશી ત્‍યારબાદ સવારે ૯ કલાકે વષા રંગોત્‍સ્‍વ તથા પૂ.ગુરુભગવંતોનું મનનીય પ્રવચન જેમાં સંગીત અંકુરભાઈ શાહ-સુરત, બપોરે ૨.૩૦ કલાકે ડીયર હેત્‍વી નામક કાર્યક્રમ પ્રહલાદ પ્‍લોટનાં બહેનો પ્રસ્‍તુત કરશે, સાંજે ૭.૦૦ કલાકે શ્રી પ્રહલાદ પ્‍લોટ દેરાસરની અદભુત મહાપુજા શ્રીસંઘનાં યુવક મંડળ દ્વારા કરવામાં આવશે તેમજ સાંજે ૮ કલાકે કરણપરા ચોક ખાતે રજપૂતની ડેલીએ ડાયરો કાર્યક્રમ યોજાશે જેમાં સુ-સિઘ્‍ધ લોકસાહીત્‍યકાર  હરદેવભાઈ આહિર તથા તેમની મંડળી દ્વારા પ્રસ્‍તુત કરવામાં આવશે.

દિક્ષા મહોત્‍સવના બીજો દિવસે તા.૫ ને સોમવારના રોજ સવારે ૯ કલાકે : યાત્રા - શ્રાવક જીવન થી શ્રમણ જીવન ઉપર  માણવાલાયક કાર્યક્રમ જેનાં ઉદબોધક : શાસનભાઈ શાહ અને ઉદ્ગાન - સૌમીલભાઈ શાહ દ્વારા રજુ કરાશે, બપોરે ૨.૩૦ કલાકે શ્રી શાંતિ તાાત્ર પૂજન કરાવશે વિધીકાર ડો.પ્રવિણભાઈ શાહ અને સંગીત આપશે સૌમીલભાઈ શાહ, સાંજે  ૮ કલાકે- હું દિકરી વિષય ઉપર જાણીતા મોટીવેશનલ સ્‍પીકર કિન્નરીબા જાડેજા પોતાની આગવી શૈલીમાં ઉદ્વ્‌ાોધન કરશે. સાથે સાથે ધારાસભ્‍યશ્રી ડો.દર્શિતાબેન શાહ અને કોટેચા સ્‍કુલનાં પ્રિન્‍સીપાલ ડો.સ્‍વાતીબેન જોશી પણ વિશેષ હાજરી આપશે તેમજ રાયપુરથી ડો.પરણીતાબેન શેઠીયા પણ તેમની વિશેષ શૈલીમાં રજુઆત કરશે અને પ્રોફેસર રાજીબેન કડછા પણ વિષયની વિશેષ છટાં થી રજુઆત કરશે. ઉપરોકત કાર્યક્રમ મહાવીર ભુવન, માલવીયા ચોક, રાજકોટ ખાતે યોજાશે.

દિક્ષા મહોત્‍સવના ત્રીજો દિવસે  તા. ૬ ને મંગળવારના રોજ સવારે ૯ કલાકે પૂ.ગુરુભગવંતોનું માર્મિક પ્રવચન તથા સંયમ છાબ ઉત્‍સવ જેમાં અમદાવાદનાં ભાવિકભાઈ મહેતા અને હાર્દિકભાઈ બાગરેચા ખાસ પ્રસ્‍તુતી કરશે. બપોરે ૨.૩૦ કલાકે સમસ્‍ત રાજકોટનાં મહીલા મંડળની સામુહિક સાંજી કાર્યક્રમ મહાવીર ભુવન, માલવીયા ચોક, ખાતે યોજાશે. રાત્રે ૮.૩૦ કલાકે હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ,  ખાતે પાર્થ શુકલા દ્વારા દિગ્‍દર્શિત દિલધડક નાટકની સત્રંગી રે કાર્યક્રમ રજુ કરાશે

દિક્ષા મહોત્‍સવ ચોથા  દિવસે તા.૭ના બુધવારના રોજ સવારે ૭ કલાકે મુમુક્ષુ કુમારી હેતવીબેનનો રાજાશાહી વરધોડો રાજકોટનાં રાજમાર્ગ ઉપર નિકળશે જેમાં કરણપરા ગરબી ચોક, કરણસિંહજી મેઈન રોડ, કોર્પોરેશન ચોક, ત્રિકોણબાગ ચોક, જી.ટી. ગર્લ્‍સ સ્‍કુલ, ગેસ્‍ફોર્ડ સિનેમા રોડ, માલવીયા ચોક, મહાવીરભુવન જૈન બોર્ડીંગ ખાતે પૂર્ણાહુતિ થશે. વરઘોડા દરમ્‍યાન જ નવકારશીનાં પાસ આપવામાં આવશે. સવારે ૮.૩૦ કલાકે શ્રી સકલ સંઘની નવકારશી તથા બપોરે ૪.૩૦ કલાકે અંતિમ વાયણું મહાવીર ભુવન, માલવીયા ચોક ખાતે, સાંજે ૭.૩૦ કલાકે સંસારી અવસ્‍થાની અંતિમ સંઘ્‍યા.. હવે દિકરી ગણાશે મહેમાનમાં... કાર્યક્રમ પ્રસ્‍તુત કરશે સ્‍મિતભાઈ કોઠારી-મુંબઈનાં શબ્‍દાંકન અને ગૌતમભાઈ બારીયા-મુંબઈનાં સ્‍વરાંકનમાં યોગી સભા ગળહ, અક્ષરમંદિર, કાલાવડ રોડ,  ખાતે રજુ કરાશે.

દિક્ષા મહોત્‍સવના પાંચમાં દિવસે તા.૮ ને ગુરૂવારે સવારે ૬.૩૦ કલાકે ભવનિસ્‍તારિણી દીક્ષાનો મંગલ પ્રારંભ કરાશે જેમાં શબ્‍દોનો વૈભવ પાથરશે સુરતનાં હાર્દિકભાઈ શાહ અને સ્‍વર પુરાવશે અમદાવાદનાં શનીભાઈ શાહ, સવારે ૮.૩૦ કલાકે સકલશ્રી સંઘની નવકારશી યોગી સભા ગળહ, અક્ષરમંદિર, કાલાવડ રોડ, ખાતે યોજાશે.

સંયમોત્‍સવમાં પાવન નિશ્રા

મુમુક્ષુ ચિ.હેત્‍વી પરમારને દિક્ષા પ્રદાન કરવા પ.પૂ. પ્રશાંતમૂર્તિ આચાર્ય દેવેશ શ્રીમદ વિજય તીર્થભદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ,  પ.પૂ.પંન્‍યાસ શ્રી તીર્થરતીવિજયજી મહારાજ સાહેબ, પ.પૂ.પંન્‍યાસ શ્રી તીર્થરુચી મહારાજ સાહેબ આદીઠાણા, ગોંડલ સં-દાયનાં પૂ.ધીરજમુનિ મહારાજ સાહેબ તેમજ  મહાસતીજીઓમાં ગોંડલ સં-દાયનાં પ.પૂ. જ્‍યોતિબાઈ મહાસતીજી, પૂ.સ્‍મિતાબાઈ મહાસતીજી આદિ ઠાણા તેમજ દેરાવાસી સમુદાયમાંથી પ.પૂ. સાધ્‍વીશ્રી જયપ્રજ્ઞાશ્રીજી મ., પ.પૂ. સાઘ્‍વીશ્રી ભવ્‍યદર્શનાશ્રીજી મ., પ.પૂ. સાઘ્‍વીશ્રી જિનદર્શનાશ્રીજી મ., પ.પૂ. સાઘ્‍વીશ્રી જયમંગલાશ્રીજી મ., પ.પૂ. સાઘ્‍વીશ્રી જયરેખાશ્રીજી મ., પ.પૂ. સાઘ્‍વીશ્રી જયનંદિતાશ્રીજી મ., પ.પૂ. સાઘ્‍વીશ્રી જિનાજ્ઞાશ્રીજી મ., પ.પૂ. સાઘ્‍વીશ્રી જિજ્ઞેષાશ્રીજી પ.,  પ.પૂ. સાઘ્‍વીશ્રી જિનેશ્વરાશ્રીજી આદિ શ્રમણીવળંદ પાવન નીશ્રા પાઠવશે.

સમગ્ર આયોજનને આખરી ઓપ આપવા અને સંયમોત્‍સવને યાદગાર બનાવવા શ્રી પ્રહલાદ પ્‍લોટ જૈન મુર્તિપૂજક સંઘ તથા શ્રી પ્રહલાદ પ્‍લોટ યુવક મંડળ તેમજ પરમહીત યુવક મંડળ સહીતની વિવિધ સમિતિઓ જહેમત ઉઠાવી રહ્યા છે

(4:24 PM IST)