તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st May 2025
ગુજરાત ગૌરવ દિવસ: વિકાસની બુલંદ ઇમારત, ગુજરાતની અસ્મિતાનો રણકો: વિકસિત ગુજરાતનો સંકલ્પ: ઉદય કાનગડ

રાજકોટ, ૧ મે, ૨૦૨૫: આજે ૬૫મા ગુજરાત સ્થાપના દિવસે રાજકોટના વિધાનસભા-૬૮ના ધારાસભ્ય શ્રી ઉદય કાનગડે શહેરીજનોને શુભેચ્છા પાઠવી, ગુજરાતની આગવી અસ્મિતા અને વિકાસની ગાથાને યાદ કરી. તેમણે જણાવ્યું કે, ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે, જેનું વિકાસ મોડેલ વિશ્વભરમાં પ્રખ્યાત છે.
ગુજરાતની શક્તિ અને સંસ્કૃતિ: ગુજરાતીઓની ઉદ્યમશીલતા, સંસ્કારો અને પડકારો સામે પ્રતિકારની શક્તિએ ગુજરાતને અનન્ય બનાવ્યું છે. અહિંસા, સહિષ્ણુતા અને સંવેદના ગુજરાતની ઓળખ છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિત અનેક ગુજરાતીઓએ રાષ્ટ્રના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. લોથલ, ધોળાવીરાથી લઈને શ્રીકૃષ્ણના દ્વારકાધામ અને સુફી સંસ્કૃતિ સુધી, ગુજરાત સાંસ્કૃતિક વૈવિધ્યનું પ્રતીક છે.
વિકાસની હરણફાળ: ૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાતની સ્થાપના થઈ, ત્યારથી રાજ્યે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી. નરેન્દ્રભાઈ મોદીએ નાખેલા વિકાસના પાયાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના નેતૃત્વમાં રાજ્ય સરકાર આગળ ધપાવી રહી છે. રૂ. ૩,૭૦,૨૫૦ કરોડનું ઐતિહાસિક બજેટ, ૫ વર્ષ માટે રૂ. ૫૦,૦૦૦ કરોડનું ‘વિકસિત ગુજરાત’ ફંડ અને ગિફ્ટ સિટી, ધોલેરા સ્માર્ટ સિટી, મેટ્રો, બુલેટ ટ્રેન જેવી યોજનાઓ ગુજરાતને વૈશ્વિક સ્તરે ચમકાવી રહી છે.
આર્થિક શક્તિ અને વૈશ્વિક હાજરી: ગુજરાત દેશના જીડીપીમાં ૮.૨% અને નિકાસમાં ૩૦%થી વધુ હિસ્સો ધરાવે છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા ટેસ્લા, માઇક્રોન, ફોક્સકોન જેવી વૈશ્વિક કંપનીઓએ રોકાણની રુચિ દર્શાવી. સેમિકન્ડક્ટર પોલિસી જેવી નીતિઓએ ગુજરાતને ટેક હબ બનાવ્યું છે.
સંકલ્પ અને શુભેચ્છા: ઉદયભાઈએ ગુજરાતીઓની ખમીર અને ઝમીરની પ્રશંસા કરી, આફતો સામે મક્કમતાનો ઉલ્લેખ કર્યો. તેમણે ‘આત્મનિર્ભર ગુજરાત’ અને ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા સૌને સાથે મળી સમર્પિત થવા હાકલ કરી. અંતમાં, “ગુણવંતી, ખમીરવંતી ગુર્જરભૂમિને શત શત નમન” કહી ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે.
(2:02 PM IST)










