તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Thursday, 1st May 2025
શાપર-વેરાવળની સગીરાનું અપહરણ કરી
દુષ્કર્મ ગુજારનાર રાજકોટનો વિશાલ પકડાયો : પી.આઇ. આર.બી. રાણા તથા ટીમે અપહૃત સગીરાને શોધી કાઢી પરિવારને સોંપી

રાજકોટ તા.૧: શાપર-વેરાવળ પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર રાજકોટના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. તેમજ અપર્હત સગીરાને શોધી કાઢી પરિવારને સોંપી હતી.
મળતી વિગતો મુજબ શાપર પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ પોતાની ફરીયાદ જાહેર કરેલ કે આરોપી વિશાલ ચંદુભાઇ જાડા રહે.રાજકોટ વાળાએ પોતાની સગીર વયની દિકરીને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ જઇ માર મારી અલગ અલગ જગ્યાએ રાખી મરજી વિરુધ્ધ બળાત્કાર કરેલ હોય. આ બનાવ અંગે પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો. ઉપરોક્ત ગુન્હા સબંધે હિમકરસિંહ પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય સદર આરોપીને શોધી કાઢવા માટે સુચના કરેલ હોય જેના અનુસંધાને કે.જી.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલના માર્ગદર્શન હેઠળ શાપર (વે.) પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. આર.બી.રાણાએ પો.સ્ટાફની અગલ અલગ ટીમો બનાવી આરોપીની તપાસમાં હોય જે તપાસ દરમ્યાન આરોપી રાજકોટ માંડાડુંગર વિસ્તારમાં હોવાની હકીકત મળતા તુરત જ વર્ક આઉટ કરી આરોપી વિશાલભાઇ ચંદુભાઇ જાડા, ઉ.વ.૨૨ ધંધો મજુરીકામ રહે. રાજકોટ, નવાગામ, રંગીલા ઢોરા પર, તા.જી. રાજકોટને ઝડપી લીધો હતો અને અપર્હત સગીરા પણ મળી આવતા પરિવારને સુપ્રત કરાઇ હતી.
આ કાર્યવાહી શાપર વેરાવળ પો.સ્ટે.ના એ.એસ.આઇ. ક્રિપાલસિંહ રાણા, પો.હેડ કોન્સ. મહેન્દ્રભાઇ ધાધલ, તુષારસિંહ જાડેજા, જયદિપસિંહ વાઘેલા, મયુરસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. લગધિરસિંહ જાડેજા, પિયુષભાઇ અઘેરા, નિલેષભાઇ ડાભી તથા મહીલા પોલીસ કોન્સ. કિંજલબેન માટીયાનાઓ દ્વારા કરવામાં આવેલ છે.
(11:31 AM IST)










