<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

ગુજરાત એટલે શાંતિ, સલામતી, સમૃધ્‍ધિ, સાહસ અને સંવેદનાઓની પુણ્‍યભૂમિઃ રાજુભાઇ ધ્રુવ

૧ લી મે ગુજરાતના સ્‍થાપનાદિને ખમીરવંતા ગુજરાતી ભાઇ બહેનોને શુમકામના : વેપાર, ઉદ્યોગ, કળા અને રિસર્ચ જેવા અનેક ક્ષેત્રોમાં ગુજરાતીઓ ગુજરાતનું ગૌરવ વધારી રહયાં છે

રાજકોટઃ ગુજરાત સ્‍થાપના દિવસ નિમિત્તે સૌરાષ્‍ટ્ર સહિત દેશ અને દુનિયા ના અલગ અલગ સ્‍થળે વસતા તમામ ગૌરવવંતા ખમીરવંતા ગુજરાતી ભાઈબહેનો ને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવતાં  રાજુભાઈ ધ્રુવે જણાવ્‍યું હતું કે, આજે ૧લી મેના દિવસે દેશ ની પヘમિે આવેલા ગુજરાત રાજ્‍યની ઉંમર માત્ર ૬૫ વર્ષની થઈ છે પણ ન જાણે કેટલીય સદીઓથી આ રાજ્‍ય વળધ્‍ધિ અને વિકાસનું પ્રતિક રહ્યું છે.વિદેશી આક્રમણખોરો-લૂંટારાઓ, કુદરતી આફતો  દ્વારા ધ્‍વંસ અને વિનાશ ને પોતાની આગવી સૂઝ અને જીજીવિષા દ્વારા નવા નિર્માણ માં ફેરવી આફતો ને અવસર માં પરિવર્તિત કરનારી આ ખમીરવંતી ગૌરવવંતી -જાએ  ખુમારી અને ગતિ પ્રગતિ સાથે પોતાનું અસ્‍તિત્‍વ -ગુજરાતીપણું જાળવી રાખી આગળ વધતી રહી છે. આ દરિયાદીલ પ્રજાએ સમય આવ્‍યે આશરા ધર્મ પણ નિભાવ્‍યો છે. આપણા દેશમાં સાહસિકતા અને સર્જનાત્‍મક દ્રષ્ટિએ કદાચ એવું કોઈ જ ક્ષેત્ર નથી જેમાં કોઈને કોઈ  ગુજરાતીનું નાનું મોટું યોગદાન ન હોય. ગુજરાત અને ગુજરાતી પ્રજાનું નું ઇતિહાસ માં, ભાષા,સાહિત્‍યમાં, સંગીત લોકસંગીત, નાટકોમાં, શીલ્‍પ-સ્‍થાપત્‍યોમાં વગેરે અનેક સ્‍વરૂપે ગર્વભેર માનભેર વર્ણન કરવામાં આવ્‍યું છે. ગુજરાત એટલે શાંતિ, સલામતી, સમળદ્ધિ, સાહસ અને સંવેદનાઓ ની પુણ્‍યભુમી. આ ભૂમિના કણકણમાં સત્‍ય, શૌર્ય-વીરતા પરાક્રમ ,પ્રેમ અને કરુણા વસે છે. ગુજરાત એટલે એકતા, અસ્‍મિતા, કલા-સંસ્‍કળતિ અને ઉદ્યોગ સાહસ ની પળષ્ઠભૂમિ. આ ભૂમિએ મહાત્‍મા ગાંધીજી -રાષ્‍ટ્ર-લોકતંત્ર ના સ્‍થાપક મહાન સરદાર પટેલ થી લઈને દેશ અને દુનિયામાં ડંકો વગાડનાર કેટલાય મહાનુભાવો આપ્‍યા છે, આ સાથે જ આ પવિત્ર ભૂમિએ કવિઓ, સાહિત્‍યકારો, કલાકારો અને વૈજ્ઞાનિકો, વ્‍યાપાર-ઉદ્યોગપતિઓ સહિત તમામ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પોષણ આપ્‍યું છે. ગુજરાત એટલે ગીર ના  સાવજની સિંહભુમી. મહાત્‍મા ગાંધીજી,ભારતીય લોકશાહી- લોકતંત્ર ના સર્જક નિર્માતા મહાન  સરદાર પટેલ,  ગુજરાતી ભાષાના ના આદ્યકવિ નરસિંહ મહેતા-ગુજરાતી અસ્‍મિતા ના ચિંતક કનૈયાલાલ મુનશી-સમાજ સુધારક સાહિત્‍યકાર કવિ નર્મદ ,આઝાદી ના લડવૈયા કવિ સાહિત્‍યકાર ઝવેરચંદ  મેઘાણી, વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ,-જાવત્‍સલ શાસકો સયાજીરાવ ગાયકવાડ, ગોંડલ ભગવતસિંહજી,પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ,ઇન્‍દુલાલ યાજ્ઞિક, નરેન્‍દ્રભાઈ મોદી-અમિતભાઈ શાહ સહિત અનેક નામી અનામી મહાપુરુષોની આ જન્‍મભૂમિ કર્મભૂમિ છે.અગાઉ રાજ્‍ય મુખ્‍યમંત્રી તરીકે અને હવે દેશના વડાપ્રધાન તરીકે નરેન્‍દ્રભાઈ મોદીના કુશળ નેતળત્‍વ અને હાલ ના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ- ભાજપ સરકારના સુશાસનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત વિકાસનું પર્યાય બન્‍યું છે. વેપાર, ઉદ્યોગ, કળા અને રિસર્ચ જેવા અનેક ક્ષેત્રોમાં અસંખ્‍ય ગુજરાતીઓ ગુજરાતનું ગૌરવ વધારી રહ્યા છે.

 ગુજરાતની ભૂમિ પ્રાચીન કાળથી જ લડવૈયાઓની ભૂમિ રહી છે. લડવું-ઝઝૂમવું-સંઘર્ષ કરી વિકાસના પંથ પર સતત આગળ વધવું એ ગુજરાતીઓનો સ્‍વાભાવ છે. એટલે જ રાજુભાઈ ધ્રુવ વધુમાં કહે છે કે, હારી આ સરહદ ને હાર્યા સીમાડા,પણ હાર્યું ના કોઇ'દી ગુજરાત, હે જીત્‍યું હંમેશા ગુજરાત ઇતિહાસના પન્ના પલટાવીએ તો આપણને ખબર પડશે કે આટલા વર્ષોમાં ગુજરાતે કેટ કેટલી આફતો અને સમસ્‍યાઓનો સામનો કર્યો છે. પરંતુ આ બધામાંથી ગુજરાત હેમખેમ બહાર આવ્‍યું છે. આ માટે અસ્‍તિત્‍વ જાળવવા ગુજરાતની ખમીરવંતી પ્રજાએ કોઈ કસર નથી છોડી. દુનિયાના કોઈ પણ સ્‍થળે કુદરતી આફતો આવી હોય, તો તેમાં પણ ગુજરાતની દાનવીર પ્રજા પોતાના સદાવ્રતના સ્‍વભાવને સહેજ પણ ભૂલ્‍યા વગર વંચિતોની સહાય માટે આગળ આવી છે. યુક્રેન-રશિયા યુદ્ધ વખતે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પૉલેન્‍ડ સરહદ પર રહેવા-જમવાની સગવડથી માંડીને તેમને ભારત પરત મોકલવાની જહેમત કરવામાં પણ  ગુજરાતીઓએ પાછું વળીને જોયું નહોતું. કારણ કે, ગુજરાતી ભલે દુનિયાના કોઈ પણ ખૂણામાં વસતો હોય પરંતુ તે સાહસ સાથે સંવેદના, સેવા, સત્‍ય, પ્રેમ અને કરુણાના આદર્શોને સાથે રાખીને ગુજરાતીપણાને જીવંત રાખે છે. કેટકેટલીય કુદરતી આફતો સામે ગુજરાતે બાથ ભીડી છે અને ફરી પાછું બેઠું થયું છે. વર્ષ ૨૦૦૧નો ભૂકંપ હોય કે વર્ષ ૨૦૦૬ માં અતિવળષ્ટિને કારણે આવેલું પૂર હોય.. તમામ આફતોમાં ગુજરાત ભાજપ સરકાર અને  ગુજરાતી જનતાએ પોતાનું સર્વસ્‍વ દાવ પર લગાડીને સર્વોત્તમ પ્રદાન કરી ગુજરાતની સર્વશ્રેષ્ઠ સેવા કરી છે. ગુજરાતની ભોમનું ઋણ ચૂકવવાનો નમ્ર પ્રયાસ કર્યો છે અને ગુજરાતને ફરીથી વિકાસના પંથ પર દોડતું કર્યું છે.

 ગુજરાતની ગરવી ભૂમિ આમ તો હજારો વર્ષોનો ઇતિહાસ ધરાવે છે. હાલના રાજસ્‍થાન રાજ્‍યથી હજારો વર્ષો પહેલા ગુજજરો ભારતનાં પヘમિ વિસ્‍તારમાં શાસન કરવા આવ્‍યા હતા. હડપ્‍પા અને ધોળાવીરા સમયે સિવિલાઈઝેશનની શરૂઆત પણ આ જ ભૂમિના એક ભાગ પર થઈ હતી. ભગવાન કળષ્‍ણની નગરી દ્વારકા, મૌર્ય વંશના રાજા સમ્રાટ મહાન અશોકે રાજ કરેલ નગર જુનાગઢ માં ગિરનાર પર્વત પાસે ના શિલાલેખ આજે પણ ભારત ની મહાન સંસ્‍કળતિ નું યશોગાન કરે છે., કર્ણદેવની નગરી કર્ણાવતી (હાલનું અમદાવાદ), સિધ્‍ધરાજ જયસિંહનું નગર પાટણ, મરાઠી રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા, પ્રજા કલ્‍યાણકારી રાજા ભગવતસિંહજી નું ગોંડલ,બસો કરતાં પણ વધુ દેશી રજવાડાઓમાં પૂર્વ રાજવીઓએ પ્રેમથી સાચવેલું સૌરાષ્‍ટ્ર સહિત ગુજરાતના તમામ જિલ્લાઓએ આ રાજ્‍યને ભારતનું સર્વશ્રેષ્ઠ રાજ્‍ય માંહેનું એક બનાવવા સદીઓથી ભરપૂર યોગદાન આપ્‍યું છે. અમુક સદીઓ પહેલા  દેશના અન્‍ય પ્રાંતની માફક ગુજરાત પણ મોગલ શાસકો દ્વારા અત્‍યાચાર નો ભોગ બની  લૂંટાયું. કેટકેટલીય વાર ગઝનવી સહિત ના અનેક આક્રમણખોરોના હુમલાઓનો ભોગ બનનાર સોમનાથ મહાદેવ મંદિર ઝીંક ઝીલતા ઝીલતા અડીખમ રહ્યું અને પહેલા પ્રાતઃસ્‍મરણીય રાજમાતા અહલ્‍યાબાઈ  દ્વારા જિર્ણોદ્ધાર પામ્‍યું. ત્‍યારબાદ મહામાનવ સરદાર પટેલ દ્વારા  ગુજરાત ની અસ્‍મિતા સમાન ગરીમાંપૂર્ણ પ્રથમ જ્‍યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર નું  નવસર્જન નવનિર્માણ થયું .આઝાદી પછી પ્રગતિશીલ ગુજરાત સતત  આગળ વધતું રહ્યું.

(3:59 PM IST)