તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th April 2025
રાજકોટમાં કમળો-ટાઇફોઇડ-ડેન્ગ્યુ-ચિકનગુનીયાના દર્દી નોંધાયાઃ સીઝનલ રોગચાળાના ૧૪૦૭ કેસ
શરદી, ઉધરસ, તાવ, ઝાડા-ઉલ્ટી સહીતના રોગ વધ્યાઃ મચ્છર ઉત્પતી સબબ મનપાની ર૭૪ ને નોટીસ

રાજકોટ, તા.૨૮: શહેરમાં શરદી,તાવ, ઝાડા, ઉલ્ટીના ૧૪૦૭ થી વધુ દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે. જયારે મચ્છરજન્ય રોગનો બે કેસ નોંધાયા છે.
શહેરમાં છેલ્લા અઠવાડીયામા ગરમીની અસર જોવા મળતા પાણીજન્ય રોગોમાં રાહત જોવા મળી છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ર૧ એપ્રિલ થી તા.૨૭ એપ્રિલ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય
રોગચાળાના બે કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુ , ચિકનગુનીયાના ૧-૧ કેસ તથા મેલેરીયાના કેસ નોંધાયા નથી.
શરદી-તાવના ૧૪૦૭ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ પ૪૮ તેમજ સામાન્ય તાવના ૬૮૪ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૭૧ કુલ ૧૪૦૭ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૩,રર૪ તેમજ સામાન્ય તાવના ૧ર,૧પ૮ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૨૯૧૩ તથા ટાઇફોડનો ૩૭ તેમજ કમળાના ૩૦ તથા મરડાનાં એક પણ કેસ નોંધાયા નથી.
મચ્છર ઉત્પતિ
સબબ ૨૭૪ ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ર૧,ર૩૬ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧૮ર ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૫૬૯ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૨૭૪ લોકોને નોટીસ પાઠવી હતી.
(3:57 PM IST)










