News of Saturday, 26th April 2025
કાશ્મીરમાં આતંકી હુમલાના દિવંગતોને શહેર કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ

રાજકોટ : શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ હુમલામાં મૃત્યુ પામેલ ભારતીય પ્રવાસીઓના શ્રદ્ધાંજલિ આપવા અને ઘાયલ થયેલા પર્યટકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના માટે જિલ્લા પંચાયત ચોક ખાતે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. દિવંગત આત્માઓને એઆઈસીસીના સેક્રેટરી અને ગુજરાત સંગઠન સુજન અભિયાનના નિરીક્ષક ડો. શ્રી રીવેલા પ્રસાદ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરીક્ષકો પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, મહાનગરપાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા જયદીપસિંહ ગોહિલ, એડવોકેટ એમ. કે. બ્લોચ, સુરેન્દ્રનગરના મનુભાઈ પટેલે મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી. કેન્ડલ માર્ચના કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, જશવંતસિંહ ભટ્ટી, પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા, હિતેશભાઈ વોરા, સંજયભાઈ અજુડીયા, રાજદીપસિંહ જાડેજા, રહીમભાઈ સોરા, યુનસભાઇ જુણેજા, દીપ્તિબેન સોલંકી, રાજુભાઈ અમરાણીયા, ભાવેશભાઈ બોરીચા, તુષારભાઈ નંદાણી, ડી. પી. મકવાણા, હરપાલસિંહ જાડેજા, આદિત્યસિંહ ગોહિલ, કલ્પેશ કુંડલીયા, ગોવિંદભાઈ સભાયા, નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, સોની જીગ્નેશભાઈ પાટડીયા, કેતનભાઇ તાળા, કળષ્ણદત રાવલ, સંજયભાઈ લાખાણી, મિલિંદભાઈ પરમાર, હિંમતભાઈ મયાત્રા, બીપીનભાઇ રાઠોડ, રવિભાઈ જીત્યા, નયનાબા જાડેજા, પ્રતિમાબેન વ્યાસ, બિંદિયાબેન તન્ના, કોમલબેન ભારાઇ, હરેશભાઈ ભારાઈ, ઠાકરશીભાઈ ગજેરા, ગજેન્દ્રસિંહ ઝાલા, જીતુભાઈ ઠાકર, અમિતભાઈ ઠાકર, રવજીભાઈ ખીમસુરીયા, શૈલેષભાઈ કપુરીયા, ગોપાલભાઈ અનડકટ, વિક્રમભાઈ સોલંકી, મુકેશભાઈ ચાવડા, ગીરીશભાઈ પટેલ, રાજેશભાઈ ભૂત, નીદતભાઈ બારોટ, મયુરસિંહ પરમાર, નિલેશભાઈ વિરાણી, રવિભાઈ જીત્યા, વૈશાલીબેન શિંદે, કિંજલબેન જોશી, હિરલબેન રાઠોડ, અશોકભાઈ વાળા, વરૂણ જાની, અક્ષાંશ ગોસ્વામી, મુકુંદભાઈ ટાંક, ગોપાલભાઈ મોરવાડિયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી શ્રધ્ધાસુમન અર્પણ કરી પ્રાર્થના કરી હતી.
(3:42 PM IST)










