<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

શહેર એસઓજીનો સપાટો: ૧૨.૮૯ લાખના એમડી ડ્રગ્સ સાથે રાણાવાવના મુસ્તાક શેખને દબોચ્યો: પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ મજીરાણાની ટીમની નવા ૧૫૦ રિંગરોડ પર કાર્યવાહી: દિગુભા, ફિરોઝભાઈ, હાર્દિકસિંહની બાતમી

રાજકોટઃ શહેર એસઓજીની ટીમે વધુ એક વખત સપાટો બોલાવ્યો છે. નવા દોઢસો ફુટ રિંગ રોડ પરથી રાણાવાવના શખ્સને ૧૨.૮૯ લાખના માદક પદાર્થ મેફેડ્રોન સાથે પકડી લઈ વિશેષ તપાસ માટે યુનિવર્સિટી પોલીસને સોંપ્યો છે.

 રાજકોટ શહેર એસ.ઓ.જી શાખા (નાર્કોટીક્સ સેલ)ની ટીમ યુવાધન નશાના રવાડે ન ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા "સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા વિરૂધ્ધ કડક કાયૅવાહી કરવા તપાસમાં હતી ત્યારે હેડકોન્સ. ફિરોજભાઈ રાઠોડ, દિગ્વિજયસિંહ ગોહિલ તથા કોન્સ. હાર્દિકસિંહ પરમારની બાતમી પરથી રાજકોટ નવા દોઢસો ફુટ રીંગ રોડ ઉપર હોટલ રોયલ રીટ્રીટની બાજુમાં વર્ધમાન એવન્યુ એપાર્ટમેન્ટના ગેઇટ પાસે રોડ ઉપરથી કાર નં. જીજે-૦૩-એલ.બી.-૩૨૧૮માં રૂપિયા ૧૨,૮૯,૦૦૦ના ૧૨૮.૦૯ ગ્રામ એમડી ડ્રગ સાથે નીકળેલા મુસ્તાક રજાકભાઈ શેખ (ઉ.વ.૩૩ રહેવાસી- રાણાવાવ હિન્દુસ્તાન ટ્રાન્સપોર્ટની સામે કબ્રસ્તાનની બાજુમાં જીલ્લો-પોરબંદર)ને પકડી લીધો છે.

મુસ્તાક પાસેથી ડ્રગ્સ તેમજ કાર, મોબાઈલ રોકડા મળી કુલ રૂપિયા ૧૭,૯૫,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને યુનિવર્સિટી પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે.

શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશ્નર ભરત બી. બસીયા તરફથી મળેલી સૂચના અંતર્ગત આ કામગીરી પો.ઈન્સ. એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ. એમ.બી.માજીરાણા તથા પો.હેડ.કોન્સ. ઈન્દ્રસિંહ જાડેજા તથા મૌલિકભાઈ સાવલીયા તથા દિગ્વિજયસિંહ ગોહીલ તથા ફિરોજભાઈ રાઠોડ તથા ઉપેન્દ્રસિંહ ઝાલા તથા અરૂણભાઈ બાંભણીયા તથા પો.કોન્સ. હાર્દીકસિંહ પરમાર તથા યોગેન્દ્રસિંહ ઝાલા તથા હરદેવસિંહ વાળા તથા મહિલા પો. કોન્સ. મોનાબેન બુસા તથા ડ્રા. પો હેડકોન્સ ધર્મન્દ્રસિંહ ઝાલા તથા મહાવીરસિંહ જાડેજાએ કરી હતી. એમડીનું પ્રાથમિક પરિક્ષણ એફએસએલ અધિકારી  કે. એમ. તાવીયાએ કર્યું હતું.

ઝાડપાયેલો ઇમરાન શેખ અગાઉ

જામનગર પંચકોશી એ ડીવીઝન, જામનગર પંચ બી ડીવીઝનમાં અગાઉ ડ્રગ્સ કેસમાં પકડાયો હતો. હાલ તે આ પદાર્થ મુંબઈ તરફથી લાવ્યાનુ રટણ કરતો હોઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(9:19 PM IST)