તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd April 2025
રેલનગરમાં મામાના ઘરે રહેતી દૃષ્ટીને મોટાવડાળાનો રીયાઝ ભગાડી ગયો
પરિવારજનોએ પ્રનગર પોલીસમાં જાણ કરતા શોધખોળ

રાજકોટ તા.૨૩: રેલનગરમાં મામાના રહેતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી મોટા વડાળાનો શખ્સ ભગાડી જતા યુવતીના પરિવારજનોએ પ્રનગર પોલીસમાં જાણ કરી છે.
મળતી વિગત મુજબ હુડકો અટીકા ફાટક પાસે શ્રધ્ધાનગર-૨ હાલ રેલનગરમાં મામાના ઘરે રહેતી દૃસ્ટી જયેશભાઇ ટંકારીયા (ઉ.વ.૧૮) ગઇકાલે તેના મામાના ઘરેથી નીકળ્યા બાદ પર ન આવતા તેના પરિવારજનોએ તેની શોધ ખોળ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન કાલાવડના મોટા વડાળાનો રીયાઝ જુસબભાઇ મુલતાની હોવાનું જાણવા મળતા યુવતીના પરિવાર જનોએ પ્રનગર પોલીસ મથકમાં જાણ કરતા હેડ કોન્સ. અલ્પેશભાઇ વઘેરાએ ગુમની નોંધ કરી તપાસ હાથ ધરી છે.જો કોઇને આ યુવતી જોવા મળે તો પ્રનગર પોલીસ સ્ટેશન ફોન નંબર ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
(4:18 PM IST)










