<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

નબળી સલામતી વ્‍યવસ્‍થા બદલ ગૃહમંત્રી અમિત શાહ રાજીનામુ આપેઃ અતુલ રાજાણી

જમ્‍મૂ કાશ્‍મીરમાં આતંકવાદી હુમલો સૌના હૈયા હચમચાવી ગયો

રાજકોટ તા.ર૩: રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીએ એક યાદીમાં જણાવ્‍યું છે કે જમ્‍મુ કાશ્‍મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં આતંકવાદીઓએ પર્યટકોને નિશાન બનાવી આતંકી હુમલા ને અંજામ આપતા ૨૮ પર્યટકોના મળત્‍યુ થયાના અહેવાલ છે. અને ૨૦ લોકોને ઘાયલ કર્યા છે?. એની સંપૂર્ણ જવાબદારી કેન્‍દ્રના ગળહ મંત્રી અમિત શાહ ની આવે છે ત્‍યારે તેઓએ આ સૌથી મોટા આતંકી હુમલાની જવાબદારી લઈ રાજીનામું આપવું જોઈએ.

પર્યટકોને ધર્મ પૂછીને પૂછીને ગોળીઓ ધરબી દીધી હતી. સરકારની આઈબી અને અન્‍ય એજન્‍સીઓ ભરઊંઘમાં હોય અને સલામતીમાં છીંડા બહાર આવ્‍યા છે. ૫૦ રાઉન્‍ડ ગોળીબાર કરવામાં આવ્‍યા છે. તાજેતરના વર્ષોમાં નાગરિકો ઉપર થયેલા હુમલામાં આ સૌથી મોટો હુમલો છે માનવતા ઉપર કાળો ધબ્‍બા સમાન છે. જમ્‍મુ કાશ્‍મીરની સ્‍થિતિ સામાન્‍ય હોવાના દાવા પોકળ સાબિત થયા છે તેની સાબિતી આ આતંકી નો સૌથી મોટો નર સંહાર છે.

દેશની એકતા અને અખંડિતતા પર હુમલો કરવાની જવાબદારી લશ્‍કર એ તોયબા એ લીધી હોવાનું જાણવા મળે છે. મતકોના પરિવારજનો -ત્‍યે દુઃખ અને લાગણી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અનુભવે છે. અને સંવેદના વ્‍યક્‍ત કરે છે. ગુજરાતના સુરતના હિંમતભાઈ નામક વ્‍યક્‍તિનું મળત્‍યુ થયું છે અને ભાવનગર ના પર્યટકો પણ ઇજાગ્રસ્‍ત કે મળત્‍યુ થયું હોય તો રાજ્‍યના મુખ્‍યમંત્રી રાહત ફંડ માંથી મળતકો અને ઇજાગ્રસ્‍તોને પૂરતી સહાય મળવી જોઈએ અને કેન્‍દ્ર સરકાર તમામ મળતકોને પચાસ-પચાસ લાખની સહાય ચૂકવે એવી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતના પ્રમુખ અતુલ રાજાણીએ માંગણી ઉઠાવી છે.

(3:53 PM IST)