તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 23rd April 2025
પહેલગામની દુઃખદ ઘટના
અસહય, અમારી સંવેદના પીડિતોની સાથે છેઃ શ્રી શ્રી રવિશંકર

રાજકોટ તા.ર૩: અમે પહેલગામમાં થયેલી દુખદ ઘટનાથી ગંભીર શોકમાં છીએ. આ દુઃખની ઘડીએ અમારી સંવેદનાઓ પીડિતો, તેમના પરિવારજનો અને આ નિર્દય હિંસાથી અસરગ્રસ્ત તમામ લોકો સાથે છે. તેમ આર્ટ ઓફ લીવીંગ પરીવારના ગુરૂદેવશ્રી શ્રી રવિશંકરે જણાવ્યું હતું. તેમણે કહેલ કે આવા ક્ષણોમાં શબ્દો અપૂરાં પડી જાય છે, પરંતુ અમારી સામૂહિક ચેતનાની શક્તિથી જ ઉપચારની શરૂઆત થઈ શકે છે. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરે આ દુઃખદ સમયમાં શાંતિ, પ્રાર્થના અને એકતાનો સંદેશ આપ્યો છે. આવો, આપણે સૌ મળીને ઘૃણાના વિરોધમાં ઊભા રહી માનવતાની અવાજને વધુ મજબૂત બનાવીએ.
(3:12 PM IST)










