<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

વોર્ડ નં.૭ માં ભાજપ સંગઠન ટીમ દ્વારા સ્‍થાપના દિવસની ઉજવણી

રાજકોટ : ભાજપના સ્‍થાપના દિવસની ઉજવણી અંતર્ગત વોર્ડ નં.૭માં ભાજપ સંગઠન ટીમ દ્વારા સ્‍થાનિક વિસ્‍તારના મંદિર, સ્‍કુલ અને જાહેર સ્‍થળોએ સફાઇ કાર્ય હાથ ધરાયુ હતુ. આંગણવાડીના બાળકોને ચોકલેટ, બીસ્‍કીટ, વેફર જેવા વિવિધ નાસ્‍તા અને ચંપલનું વિતરણ કરાયુ હતુ. તેમજ શક્‍તિકેન્‍દ્ર અને બુથ વાઇઝ વિસ્‍તારવાસી સાથે ચોપાલ બેઠક, જુના જનસંઘી, મિસાવાસી, કારસેવક, ડોડા સત્‍યાગ્રહી, કાશ્‍મીર યાત્રિકો અને ભુતપૂર્વ કોર્પોરેટરો, પ્રમુખ, મહામંત્રીઓ, વડીલ કાર્યકર્તાઓનું શાલ ઓઢાડી સન્‍માન કરાયુ હતુ. ઉપરાંત આંગણવાડી, આરોગ્‍ય કેન્‍દ્ર, શિક્ષણ સમિતિ ઓફીસ, સસ્‍તા અનાજની દુકાનોએ સમીક્ષા મુલાકાત, સરકારની વિવિધ યોજનાના લાભાર્થી સાથે મુલાકાત અને સામાજીક, વેપારી, ધાર્મિક આગેવાનો અને સંગઠનના જુના વરિષ્‍ઠ આગેવાનોના નિવાસસ્‍થાને તેમની સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી. આ દરેક કાર્યક્રમોમાં શહેર ભાજપના આગેવાનો, કોર્પોરેટરો, દેવાંગભાઇ માંકડ, નેહલભાઇ શુકલ, જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, શહેર ભાજપ કોષાધ્‍યક્ષ મયુરભાઇ શાહ, વોર્ડના પ્રભારી શૈલેષભાઇ હાપલીયા, પ્રમુખ વિશાલભાઇ માંડલીયા, મહામંત્રી દિપકભાઇ પારેખ, પાર્થરાજસિંહ ચૌહાણ, વોર્ડના હોદેદારો, વિવિધ મોરચા-સેલના હોદેદારો, શિક્ષણ સમિતિના સભ્‍યો, સર્વે આગેવાનો, શક્‍તિકેન્‍દ્ર અને બુથ સુધીના દરેક શ્રેણીના હોદેદારો અને કાર્યકરો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. શહેર ભાજપના માર્ગદર્શનથી દરેક કાર્યક્રમો સફળતાપૂર્વક કરવા બદલ શહેર ભાજપ પ્રમુખ માધવભાઇ દવે, મહામંત્રી વિરેન્‍દ્રસિંહ ઝાલા, ધારાસભ્‍ય રમેશભાઇ ટીલારા, ડો. દર્શિતાબેન શાહ, કાર્યક્રમના ઇન્‍ચાર્જ રાજદીપસિંહ જાડેજા, પૂજાબેન પટેલે વોર્ડ નં. ૭ ની પુરી ટીમને અભિનંદન પાઠવ્‍યા હતા. (૧૬.૧)

(2:43 PM IST)