<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

રાજકોટ એઇમ્‍સમાં અદ્યતન બ્‍લડ બેંકનું અંકિતા મિશ્રા બુંદેલાના હસ્‍તે ઉદઘાટન

રાજકોટઃ એઇમ્‍સ રાજકોટની અધ્‍યતન બ્‍લડ બેન્‍ક નું ઉદ્ધાટન  જોઈન્‍ટ સેક્રેટરી આઇએએસ અંકિતા મિશ્રા બુંદેલા ના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું ઉદઘાટન પ્રસંગે કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રાલયના  ડેપ્‍યુટી સેક્રેટરી અરવિંદ ઠાકુર સાથે એઇમ્‍સ રાજકોટ ના એક્‍ઝીકયુટીવ ડાયરેક્‍ટર પ્રો.ડો. ગોવર્ધન દત્ત પુરી. ડેપ્‍યુટી ડાયરેક્‍ટર, ડેપ્‍યુટી મેડિકલ સુપ્રિડેન્‍ટ, એડમિનિસ્‍ટ્રેટીવ અધિકારી, એચ.ઓ.ડી, ફેકલ્‍ટી, ડોક્‍ટરો, અને અન્‍ય અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા, તેમજ લાઇઝનીંગ અધિકારી તરીકે ડો.ઉત્‍સવ પારેખને જવાબદારી સોંપવામાં આવી હતીે. અદ્યતન બ્‍લડ બેંક રક્‍ત ઘટક,પ્‍લાઝમા, પ્‍લેટલેટ છુટા પાડી શકાય તેવી અદ્યતન મશીનરી થી સજ્જ  હોવાનું યાદીમાં જણાવાયું છે. બ્‍લડ બેન્‍ક માં પાંચ હજાર થી વધુ બ્‍લડ બેગ સ્‍ટોરેજ કરી શકાય એવી સુવિધાઓ ઉપલબ્‍ધ છે એઇમ્‍સ ની બ્‍લડબેન્‍ક ને સૌરાષ્‍ટ્રમાં સૌ પ્રથમ ઓનલાઇન લાઇસન્‍સ ની માન્‍યતા મેળવી હતી.  જોઈન્‍ટ સેક્રેટરી ના હસ્‍તે સ્‍વચ્‍છતા પખવાડામાં  વિદ્યાર્થી પ્રતિસ્‍પર્ધીઓ તેમજ હાઉસકિપિંગ સ્‍ટાફ ને ને મોમેન્‍ટો થી સન્‍માનિત કરી પખવાડાનું સમાપન કરવામાં આવ્‍યું હતું જોઈન્‍ટ સેક્રેટરી શ્રી એ હોસ્‍પિટલ ની તમામ વિભાગોની મુલાકાત કરી જેમાં ઇમર્જન્‍સી વિભાગ આઈ.પી.ડી વિભાગ ઓ.પી.ડી વિભાગ વોર્ડ, અને નવા બનતા ઓપરેશન થિયેટર  તેમજ ખાસ ઓન્‍કોલોજી કેન્‍સર વિભાગ માં અદ્યતન મશીનરી નિહાળી હતી જોઈન્‍ટ સેક્રેટરી આઇએએસ અંકિતા મિશ્રા બુંદેલા એ હોસ્‍પિટલના દરેક વિભાગની મુલાકાત કરી મિટિંગ માં જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્‍યા હતા. (૩૮.૨૬)

(2:24 PM IST)