તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th April 2025
વાવડી ચોકી પાછળ ‘હિટ એન્ડ રન'માં ઘવાયેલા પુનિતનગરના વૃધ્ધનું મોત
૭૦ વર્ષના ગાંડુભાઇ પરમાર ચાર દિવસથી સારવારમાં હતાં: પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૭: ગોંડલ રોડ પુનિતનગર પાસે વાવડી ચોકી પાછળ હિટ એન્ડ રનના બનાવમાં વૃધ્ધનું મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ ગોંડલ રોડ પર પુનિતનગર પાણીના ટાંકા પાછળ વાવડી ચોકી પાછળ રહેતાં ગાંડુભાઇ પોપટભાઇ પરમાર (ઉ.વ.૭૦) ગત ૧૩મી તારીખે બપોરે સાડા બારેક વાગ્યે ઘર પાસે ચાલીને જઇ રહ્યા હતાં ત્યારે અજાણ્યો બાઇક ચાલક ઠોકરે લઇ ભાગી જતાં તેમને ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સારવાર દરમિયાન આજે સવારે ગાંડુભાઇએ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ ઝાલા, ધર્મેન્દ્રભાઇ, ભગીરથસિંહ, તોૈફિકભાઇએ જાણ કરતાં તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ગાંડુભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં પાંચ દિકરી અને બે દિકરા છે. ભંગાર વીણવાની મજુરી કરીને ગુજરાન ચલાવતાં હતાં. (૧૪.૫)
(11:14 AM IST)










