<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

નવાગામ રૂડા ટ્રાન્‍સપોર્ટનગરમાં ખુલ્લા પ્‍લોટમાંથી રૂા. ૧ લાખનો વિદેશી દારૂ કબ્‍જે

રાજકોટ, તા., ૧૫ : નવાગામ નજીક રૂડા ટ્રાન્‍સપોર્ટ નગરમાં કુવાડવા રોડ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ૧ લાખનો વિદેશી દારૂનો જથ્‍થો કબ્‍જે કર્યો હતો. મળતી વિગત મુજબ નવાગામ રૂડા ટ્રાન્‍સપોર્ટ નગરમાં એક ખુલ્લા પ્‍લોટમાં વિદેશી દારૂનો જથ્‍થો પડયો હોવાની બાતમી મળતા કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ કે.વી.જાડેજા, હેડ કોન્‍સ. હિતેષભાઇ માલકીયા તથા મેહુલભાઇ મુંધવા સહીતે દરોડો પાડી રૂડા ટ્રાન્‍સપોર્ટ નગરમાં ગોડાઉનની બાજુમાં ખુલ્લા પટ્ટમાંથી રૂા.૧,૦૧,૩૭૬ ની કિંમતની રપ પેટી દારૂનો  જથ્‍થો કબ્‍જે કરી બુટલેગરની શોધખોળ હાથ ધરી હતી. (૪.૨૬)

(2:46 PM IST)