News of Tuesday, 15th April 2025
૨૭મીએ સમસ્ત બ્રહ્મસમાજના બાળકો માટે ચિત્ર સ્પર્ધાઃ ભેટ, ઇનામો, પ્રમાણપત્રથી નવાજાશે
શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ- રાજકોટ દ્વારા મુરલીધર સ્કૂલ ખાતે આયોજન

રાજકોટઃ બ્રહ્મસમાજ બાળકોની સર્જનશકિત ખીલે અને બાલકલાકારોનું યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તેવા શુભ હેતુથી શ્રી ઔદિચ્ય ઝાલાવાડી સમાજ રાજકોટ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન તા.૨૭ રવિવાર નાં રોજ રાખેલ છે. આ સ્પર્ધા કુલ ત્રણ વિભાગમાં યોજાશે. જેમાં ૧. ૧ થી ૫ ધોરણ બાળકો, ૨. ૬થી ૧૦ ધોરણનાં બાળકો, ૩.૧૧ થી ઉપરનાં બાળકો. મુરલીધર સ્કૂલ ૮/૧૧ વર્ધમાન નગર પેલેશ રોડ ખાતે સ્પર્ધાૃ વ્યવસ્થા રાખેલ છે.
બાળકો માટે નાસ્તોની વ્યવસ્થા રાખેલ છે. દરેકને ભેટ આપવામાં આવશે.
આયોજનને સફળ બનાવવા સંસ્થાના દર્શીતભાઇ જાની, પ્રમુખ વિપુલભાઇ શૂકલ, પૂર્વ પ્રમુખ ડો. અતુલભાઇ વ્યાસ,ના માર્ગદર્શન હેઠળ વૈશાલીબેન શૂકલ, નિહતભાઇ જોષી, હેમાલીબેન રાવલ, માલતીબેન જાની, વિમલભાઇ જાની, દીપાબેન ભટ્ટ, ધાત્રીબેન ભટ્ટ, મીનાબેન જાની, રાજૂભાઇ દવે, ઓમકાર ભટ્ટ, કરણ જાની, હિતુભાઇ જાની, અમિતાબેન વ્યાસ, નેણબેન જોષી ,અલ્કાબેન જોષી વગેરેની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(2:20 PM IST)










