News of Sunday, 13th April 2025
દૂધ સાગર રોડ પાવર હાઉસ પાસે તિનપત્તી રમતાં અસલમ, જયદિપ, મેહુલને થોરાળા પોલીસે પકડયા

રાજકોટઃ દૂધ સાગર રોડ પર જુના પાવર હાઉસ સામે જાહેરમાં તિનપત્તીનો જૂગાર રમાતો હોવાની બાતમી પરથી થોરાળા ડી. સ્ટાફના પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, દેવશીભાઇ, રાજેશભાઇ, ભરતસિંહ, પ્રકાશભાઇ સહિતે દરોડો પાડી ત્રણ શખ્સોને પકડી લીધા હતાં.
પોલીસે ભગવતી સોસાયટીના અસલમ ઇસ્માઇલભાઇ ગડણ, નાણાવટી ચોક આરએમસી ક્વાર્ટરના જયદીપ ભોળાભાઇ શિયાળ અને શિવાજીનગર-૬ના મેહુલ મનસુખભાઇ ઉધરેજીયાને તિનપત્તી રમતાં પકડી લઇ રૂા. ૧૦૧૧૦ની રોકડ અને ગંજીપાના કબ્જે કર્યા હતાં.
(11:36 AM IST)










