<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

રાજકોટ જિલ્લા ડેરી દ્વારા દૂધ ઉત્‍પાદકોને કિલો ફેટે રૂ.૧૦ વધારો

 

રાજકોટ, તા.૧૨: દૂધ સંઘનાં અધ્‍યક્ષ ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્‍યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્‍પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્‍યાનમાં રાખીને ઉત્‍પાદકોને આર્થિક રીતે મદદ થવાનાં ઉદેશથી સંઘનાં નિયામક મંડળે પ્રતિ કિલો ફેટે રૂા.૧૦/નો ભાવ વધારો કરીને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા.૮૦૦/ કરવા નિર્ણય નક્કી કરેલ છે.

અત્‍યારે દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા.૭૯૦/ ચુકવવામાં આવી રહયો છે. દૂધ સંઘ દ્વારા તા. ૧૧/૦૪ થી દૂધ મંડળીઓને પ્રતિકિલો ફેટે રૂા.૮૦૦/- ચુકવવામાં આવશે અને દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્‍પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા.૭૯૫/  ચુકવશે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલ ૫૦ હજારથી વધારે દૂધ ઉત્‍પાદકોને આર્થિક ફાયદો થશે

(2:42 PM IST)