<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

તહેવાર ગમે તે હોય,દરેક સમાજ અહીં સાથે રહી ઉજવે છે.અનુકરણીય એકતાના રંગ

વર્લ્‍ડ નવકાર ડે..વન વર્લ્‍ડ રેસી જૈન, જૈનેતર. લોકોના સમૂહ .નવકાર મંત્રથી ગુંજી ઉઠયુ

રાજકોટ તા.૧૦: વર્લ્‍ડ નવકાર દિવસની દેશભરમાં વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને ગુજરાતમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં ધર્મમય ઉજવણી થયેલ, રાજકોટના ૧૫૦ફીટ રીંગ રોડ પર અયોધ્‍યા ચોક નજીકના ધી વન વર્લ્‍ડ રેસી. માં ૧૦૮ નવકાર મંત્રના જાપથી ગુંજી ઉઠવા સાથે  રહેવાસીઓ ભક્‍તિભાવમાં તરબોળ થયા હતા. આશીતભાઇ મોદી.નિર્મિત નિર્દોષ હાસ્‍ય પીરસતી સિરિયલ તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍માના ગોકુળ ધામ માફક અહીં તમામ તહેવારો નાત જાત કે ધર્મના ભેદભાવ વગર સહુ સાથે મળી ઉજવે છે. આ પરંપરા આ વખતે પણ અકબંધ રહી અને જૈન પરિવાર સાથે તમામ જ્ઞાતિ સમાજના લોકો હોશે હોશે જોડાયેલ. મહાવીર જયંતી અંતર્ગત જેન પરિવાર દ્વારા યોજાયેલ ભાવફેરી અને નવકારસી ( નાસ્‍તા પ્રસાદ)માં પણ રહેવાસીઓ જોડાયા હતા. આજે સાંજે વન વર્લ્‍ડ રેસી. પરિવારમાં  મહાવીર જયંતિ અંતર્ગત જાણીતા કલાકારો દ્વારા ભક્‍તિ સંગીતનું આયોજન થયેલ છે. જેની તૈયારીઓ પણ તમામ સમાજ દ્વારા કરવામાં આવી છે.

(2:37 PM IST)