<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

શહેર કોંગ્રેસ દ્વારા મહાવીરસ્‍વામી જન્‍મ કલ્‍યાણકની શોભાયાત્રાનું સ્‍વાગત

 

રાજકોટઃ આજે ભગવાન શ્રી મહાવીર સ્‍વામીની જન્‍મ જયંતી છે. જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસે છે આ દિવસે ચોવીસમાં તીર્થકર મહાવીર સ્‍વામીનો જન્‍મ થયો હોવાથી આ દિવસ મહાવીર જન્‍મ જયંતિ  તરીકે મનાવવામાં આવે છે. મહાવીર સ્‍વામી જન્‍મ જયંતી અંતર્ગત રાજકોટમાં જૈનમ અને સમગ્ર જૈન સમાજ દ્વારા વિશાળ શોભાયાત્રા નીકળેલ હતી. આ  શોભાયાત્રાનું ફુલછાબ ચોક ખાતે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભવ્‍ય ભાવભીનું સ્‍વાગત કરાયું હતું અને જૈન ધર્મના ભાઈઓ-બહેનો શુભેચ્‍છાઓ પાઠવી હતી. આજના સ્‍વાગત ના કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, કોંગ્રેસ અગ્રણી તથા જાણીતા ન્‍યુરો સર્જન ડોક્‍ટર હેમાંગ વસાવડા, ભાવેશભાઈ બોરીચા, મયુરભાઈ શાહ, જલ્‍પેશભાઈ વાઘેલા, જયંતીભાઈ હિરપરા, જીતુભાઈ ઠાકર, ગજેન્‍દ્રસિંહ ઝાલા સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની યાદીમાં જણાવાયું છે.

(4:08 PM IST)