તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
૧૦ ગુનામાં સામેલ પોપટપરાના સલીમ માણેકની ગેરકાયદે ઓફિસ, બે ઓરડી અને તબેલા પર પ્ર.નગર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું: ગેરકાયદેસર વીજ કનેક્શન પણ કાપી નખાયું: ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઈની સૂચના અંતર્ગત પીઆઇ વી.આર. વસાવા અની ટીમની કાર્યવાહી

રાજકોટઃ શહેરમાં આસામાજિક તત્વો ગેરકાયદેસર બાંધકામો ખડકીને બેઠા હોય તેની સામે કાર્યવાગી કરવાની સૂચના અંતર્ગત વધુ એક વખત પ્ર.નગર પોલીસ દ્વારા અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકતોનો કડુસલો બોલાવી દેવામાં આવ્યો છે. પોપટપરામાં રહેતા અને ૧૦ જેટલા ગુનાઓમાં સંડોવાઈ ચૂકેલા શખ્સની કાયદેસર એક ઓફિસ, બે ઓરડી પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. તેમજ ગેરકાયદેસર વિજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું હતું.
કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જળવાય, લોકોમા સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસમાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે હેતુથી કાર્યવાહી કરવા ડીજીપીશ્રી તરફથી સૂચના મળી હોઇ સલીમ કાસમભાઈ માણેક (ઉ.વ.૩૮ રહે, પોપટપરા શેરી નં. ૧૫/૧૬ રાજકોટ શહેર) વિરૂધ્ધમા રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમા કૂલ ૧૦ જેટલા અલગ-અલગ પ્રકારના ગુન્હાઓ જેમા આર્મસ એક્ટ, પ્રોહિબીશન તથા મારામારીના ગુન્હા હોઇ તેમજ આ શખ્સ ગેરકાયદેસર દબાણ ધરાવતો હોઇ જે બાબતે રાજકોટ મહાનગર પાલીકા તથા નાયબ ઈજનર PGVCLના અધીકારી તથા કર્મચારીને સાથે રાખી ગેરકાયદેસર દબાણ દૂર કરાયેલ છે. જેમા ૧-ઓફિસ, ૨-ઓરડીઓ તથા ૧-તબેલો તોડી પાડવામાં આવ્યો હતો. તેમજ ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવતા તે પણ દુર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર પશ્ચિમ વિભાગ રાધીકા ભારાઈએ પોલીસ સ્ટેશન વિસ્તારમા કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જળવાઇ રહે અને લોકોમા સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસમાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તેવી સૂચના હોઈ પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર વી.આર.વસાવા તથા તેમની ટીમે આ કામગીરી કરી છે.
(7:08 PM IST)










