<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

આઠ દિવસ પહેલા સગીરાને ભગાડી જનાર ઘંટેશ્વરનો જયરાજ ઝડપાયો

સગીરાને લઇ અમદાવાદ, સુરત ત્‍યાંથી કચ્‍છ અને કચ્‍છથી મુંબઇ ગયોઃ રૂપિયા ખુટતાં રાજકોટ આવી હોટલ પાસે પહોંચ્‍યો ત્‍યાં પોલીસ પહોંચી ગઇઃ ગાંધીગ્રામના રવિભાઇ ગઢવી, રોહિતદાન ગઢવીની બાતમી પરથી પીઆઇ મેઘાણીની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૯: ઘંટેશ્વર ૨૫ વારીયા ક્‍વાર્ટર નં. ૨૯માં રહેતો જયરાજ સુરેશભાઇ બોઘરા (ઉ.વ.૧૯) નામનો શખ્‍સ આઠ દિવસ પહેલા એક સગીરાને ભગાડી જતાં ગાંધીગ્રામ પોલીસમાં ગુનો નોંધાયો હતો. પોલીસે સીસીટીવી કેમેરા, ટેકનીકલ સોર્સની મદદથી ટીમ બનાવી તપાસ શરૂ કરી  અને આરોપીને તથા અપહૃત સગીરાને શોધી કાઢયા છે. આ શખ્‍સ સગીરાને છેક મુંબઇ સુધી લઇ ગયો હતો. પૈસા ખુટતા પરત રાજકોટ આવ્‍યો હતો અને પકડાઇ ગયો હતો.

અપહરણનો ગુનો દાખલ થયા બાદ ટીમો તપાસમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. રવિભાઇ ગઢવી અને રોહીતદાન ગઢવીને બાતમી મળી હતી કે અપહૃત સગીરા જામનગર રોડ પર જલારામ હોટેલ ખાતે છે. તેના આધારે મહિલા કોન્‍સ. મીરાલીબેન કપુરીયાને સાથે રાખી ટીમ ત્‍યાં પહોંચી હતી અને સગીરાને તથા આરોપીને શોધી કાઢયા હતાં. ઝડપાયેલો આરોપી જયરાજ બેકરીમાં નોકરી કરે છે. સગીરાને તે લલચાવી ફોસલાવી તા. ૧ના રોજ ભગાડી ગયો હતો. પુછપરછમાં જયરાજે કબુલ્‍યું હતું કે પોતે સોૈ પહેલા ગ્રીનલેન્‍ડ ચોકડીએ સગીરા સાથે પહોંચ્‍યો હતો. ત્‍યાંથી કાર મારફત અમદાવાદ ગયા હતાં. ત્‍યાંથ સુરત, બાદમાં ટ્રેનમાં બેસી કચ્‍છ અને કચ્‍છથી ફરી ટ્રેનમાં મુંબઇ ગયા હતાં. રૂપીયા ખુટી જતાં હવે પરત રાજકોટ અઆવ્‍યા હતાં અને જલારામ હોટલ પાસે હતાં ત્‍યારે પોલીસે પકડી લીધા હતાં.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ એસ.આર. મેઘાણી, પીએસઆઇ એસ. બી. જાડેજા, હંસરાજભાઇ ઝાપડીયા, મસરીભાઇ ભેટારીયા, રવિભાઇ ગઢવી, રોહિતભાઇ ગઢવી, અમીતભાઇ કોરટા, કોન્‍સ. રઘુવીરસિંહ જાડેજા, કોન્‍સ. મીરાલીબેન કપુરીયાએ આ કામગીરી કરી હતી.

(4:22 PM IST)