તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
મનપામાં વિક્રમ સર્જાયોઃ ૩ કલાકમાં ૩ કરોડ મિલ્કત વેરાની આવક
પ્રમાણીક કરદાતાઓએ તંત્રની તિજોરી ભરવાનું શરૂ કર્યુ રાજકોટીયનો બન્યા સ્માર્ટ આંગળીના વેઢે ૪૭૨૩ કરદાતાઓએ ૨.૧૯ કરોડ ઓનલાઇન ઠાલવી વિશેષ ૧ ટકાનો લાભઃ વળતર યોજનાના પ્રારંભે બપોરના ૧ વાગ્યા સુધીમાં કુલ ૬૩૬૬ લોકોએ લાભ લીધો

પ્રમાણિક કરદાતાઓએ વેરો ભરવા લાઇનો લગાવીઃ આજથી એડવાન્સ મિલ્કત વેરો ભરનારને ૧૦થી ૨૨ ટકા સુધી ડિસ્કાઉન્ટની યોજના શરૂ થઇ છે ત્યારે આજે પ્રથમ દિવસે જ પ્રમાણિક કરદાતાઓએ સિવિક સેન્ટર, વોર્ડ ઓફીસમાં વેરો ભરવા માટે લાઇન લગાવી હતી તે વખતની તસ્વીર(તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા.૯: મહાનગર પાલિકા દ્વારા અગાઉના વરસોની માફક જ સને ૨૦૨૫-૨૬ના વર્ષમાં પણ એડવાન્સ મિલ્કત વેરાની રકમ ભરપાઇ કરનાર કરદાતાઓને વળતર આપવાની યોજના આજે તા.૯ એપ્રિલ ૨૦૨૫થી શરૂ થઇ છે ત્યારે આજે પ્રથમ દિવસે જ પ્રમાણિક ૬૩૬૬ કરદાતાઓએ વેરો ભરી તંત્રની તિજોરોમાં ૨.૯૯ થી વધુ કરોડ ઠાલવી દીધા છે. કુલ વેરામાં ૩૭ લાખ જેટલી રકમનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યુ છે.
શહેરના પ્રમાણિક અને નિયમિત કરદાતાઓએ આજે વેરા વળતર યોજનાના પ્રથમ દિવસે જ કુલ ૬૩૬૬ કરદાતાઓએ ૨.૯૯ કરોડ જેટલો વેરો ભરી દીધો છે. જેમાં ઓનલાઇન ૪,૭૨૩ થી વધુ કરદાતાઓએ ૨.૧૯ કરોડોનો વેરો ભર્યો છે. ઓનલાઇન વેરો સ્વીકારવાની પધ્ધતિને તંત્રને જબરી સફળતા મળી છે. જયારે ૧૬૪૩ લોકોએ પોણો કરોડની આવક રોકડા તથા ચેકથી થયેલ છે.
સને ૨૦૨૫-૨૬ના વર્ષમાં તા.૩૧ મે સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને ૧૦% વળતર તથા મહિલા મિલ્કત ધારકોને વધારાના ૫% વળતર એટલે કે ૧૫% અને તા.૩૦ જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને ૫% અને મહિલા મિલ્કત ધારકને ૧૦% વળતર આપવાનું મંજુર કરાયેલ છે. આ બંને યોજનામાં ઓનલાઈન મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને વિશેષ ૧% વળતર આપવામાં આવશે. આ ઉપરાંત સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ ૧% આપવામાં આવશે. તેમજ ૪૦% થી વધારે ડીસેબિલીટી (શારીરિક અશકત) હોય અને તેમના જ નામે હોય તેવા રહેણાંક મિલ્કતોને વિશેષ ૫% વળતર આપવામાં આવશે.
આથી મહતમ સંખ્યામાં પ્રથમ કરદાતાઓ એડવાન્સ મિલ્કત વેરો ભરપાઇ કરી વળતરનો લાભ પ્રાપ્ત કરે તેવી જાહેર અપીલ છે. કરદાતાઓ રાજકોટ મહાનગર પાલિકાની ત્રણેય ઝોન ઓફીસ, તમામ સિટી સિવિક સેન્ટર, તમામ વોર્ડ ઓફીસ, આઇ.સી.આઇ.સી.આઇ બેકં ખાતે અને ઓનલાઇન મિલ્કત વેરો ભરપાઇ કરી શકાશે
(4:21 PM IST)










