તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
સોનાના ચેઇન, લેપટોપ, પાસપોર્ટ સાથેનું બેગ મુળ માલિકને સોંપ્યુ
રિક્ષાચાલક અને બી-ડિવીઝન પોલીસનો આભાર વ્યકત કર્યો

રાજકોટઃ ગ્રીનલેન્ડ ચોકડી પાસે એક રીક્ષામાં કોઇ મુસાફર કાળા રંગની બેગ ભુલી જતાં રિક્ષાચાલકે ઇમાનદારી દાખવી હતી અને બેગ બી-ડિવીઝન પોલીસ સ્ટેશને પહોંચાડતાં પીએસઓ નિતીનદાન ગઢવીએ બેગ ખોલી જોતાં તેમાં સોનાનો ચેઇન, અગત્યના ડોક્યુમેન્ટ, પાસપોર્ટ, લેપટોપ, સર્ટિફિકેટ સહિતની ચીજવસ્તુ હતી. ડોક્યુમેન્ટને આધારે નિતીનદાન ગઢવી, ભાસ્કરભાઇ અને હોમગાર્ડ ઋત્વીક દુધાગરાએ બેગના માલિક એવા યુવતિને શોધી તેને બેગ પરત કરતાં તેણે રિક્ષાચાલક અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
(4:33 PM IST)










