<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

શાસ્ત્રી મેદાન-ચૌધરી હાઇસ્‍કુલના ભાડામાં ર હજારનો ગૂપચૂપ વધારો : કોમર્શીયલમાં ૧ દિ'ના હવે રૂા. ૧૯૦૦૦!!

ધાર્મિક હેતુ માટે મેદાન ભાડે રખાય તો આખા મેદાનના માત્ર ર૧પ રૂપિયા ડીસેમ્‍બર-ર૦ર૪માં ૧૭૦૦ થી ર હજાર વધી ગયા : બંને મેદાનનું ક્ષેત્રફળ ૪૩ હજાર ચો.મી.

રાજકોટ, તા. ૯ :  રાજય સરકારના એક પરીપત્ર મુજબ સરકારી મેદાનોમાં ભાડા દર વર્ષે ડીસેમ્‍બરની ૧પ તારીખે ૧ર થી ૧પ ટકા વધારાય છે, રાજકોટ કલેકટર તંત્ર હસ્‍તક રાજકોટના બે ઐતિહાસિક મેદાનો ચૌધરી હાઇસ્‍કુલ અને શાષાી મેદાન રહેલા છે.

આ બંને મેદાનનું ભાડુ કલેકટર તંત્ર દ્વારા ગૂપચૂપ ત્રણ મહિના પહેલા ડીસેમ્‍બર-ર૦ર૪ માં ૧ર થી ૧પ ટકા લેખે ૧૭૦૦ થી ર હજાર વધારી દેવાયાનું કલેકટર કચેરીના વિશ્વાસ પાત્ર અધીકારી સુત્રોએ જણાવ્‍યું હતું.

મળતી વિગતો મુજબ ચૌધરી હાઇસ્‍કુલ અને શાષાીમેદાન આ બંને મેદાનો કલેકટરે હસ્‍તક છે, તેને ભાડે આપવાની કામગીરી  સીટી પ્રાંત-૧ ને સોંપાઇ છે, બંને મેદાનો ૪૩ હજાર ચો.મી.નું ક્ષેત્રફળ ધરાવે છે, બંને મેદાનના ભાડામાં ૧પ૦૦-૧૭૦૦થી ર હજાર જેવો વધારો થયો છે, હવે આ વર્ષે ડીસેમબર-ર૦રપમાં પણ ૧ર થી ૧પ ટકા ભાડુ વધશે.

અધીકારી સુત્રોના ઉમૈયા પ્રમાણે કોઇપણ સંસ્‍થા ધાર્મિક હેતુ માટે મેદાનો ભાડે રાખે તો તેમણે ૧ દિવસના આખા મેદાનના માત્ર રૂા. ર૭પ ભરવાના રહેશે, એટલે કે ૪૩ હજારને ર૧પ એ ભાગીએ તો ૧ હજાર ચો.મી.ના રૂા. પ થાય.

જયારે કોર્મશીયલ કે ઔદ્યોગિક હેતુ માટે કોઇપણ સંસ્‍થા મેદાનો ભાડે રાખે તો ૧ દિવસના આખા મેદાનના રૂા. ૧૯ હજાર ભરવાના થાય, બંને મેદાનના ભાડા હવે આસમાને (કોર્મશીયલ માટે) આંબી ગયા છે.

સુત્રોએ જણાવેલ કે ધાર્મિક કે કોર્મશીયલ બંનેમાં પ હજાર ડીપોઝીટ અલગથી ભરવાની હોય છે, તથા કરના ૧ર૦૦ થી ૧પ૦૦ અલગથી થતા હોય છે, તંત્રને મેદાન ભાડે રાખવા અંગે દર વર્ષે લાખોની આવક થતી હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે.

(4:16 PM IST)