News of Wednesday, 9th April 2025
તેરા તુજકો અર્પણઃ ૧૪૦ લોકોને ખોવાયેલા ૧૯.૪૦ લાખના મોબાઇલ પરત મળતાં રાજી રાજી થઇ ગયા
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના હસ્તે મોબાઇલ પરત અપાયાઃ ક્રાઇમ બ્રાંચની ટીમોની કામગીરી

રાજકોટઃ શહેરમાં લોકોના મોબાઈલ ખોવાયા, ગુમ થવા અંગેની ઓનલાઇન તેમજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવતી હોય છે. આવા ૧૦૪ અરજદારોના મોબાઈલ ગુમ થયા કે ચોરી થતા ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૦૪ જેટલા કિંમત રૂપિયા૧૯,૫૫,૫૦૦ના મોબાઈલ શોધી કાઢી મુળ માલિકોને પરત સોંપતા તેઓ પોલીસની કામગીરીથી રાજી-રાજી થઇ ગયા હતાં. સરકાર દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્મ અંતર્ગત અરજદારોને તેમનો મુદામાલ પરત મળી જાય તે માટે કાર્યવાહી કરવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગરીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત ક્રાઇમ બ્રાંચની ટીમોએ ખોવાયેલા, ચોરાયેલા ૧૦૪ મોબાઇલ ફોન શોકી કાઢયા હતાં. આ તમામ ફોન જે તે માલિકોને પોલીસ કમિશનર, જેસીપી, ડીસીપીના હસ્તે પરત અપાયા હતાં. લોકોએ પોતાના કિમતી ફોન પાછા મળતાં રાજી થઇ પોલીસને અભિનંદન પાઠવ્યા હતાં. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમ.આર.ગોંડલીયા, પીઆઈ એમ.એલ.ડામોર, પીઆઈ સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ ડીસીબીના એએસઆઈ જતીનભાઈ શુક્લા, હેડકોન્સ. સંજયભાઈ રૂપાપરા, સુભાષભાઈ ઘોઘારી, કોન્સ. મહેન્દ્રસિંહ જાડેજા, મોહિલરાજસિંહ ગોહિલ અને કોન્સ. દિવ્યાબેન ચૌહાણ સહિતના સ્ટાફ દ્વારા ટેકનીકલ સોર્સના મદદથી રૂ.૧૯.૫૫ લાખના મોબાઇલ શોધી કાઢી તેમને પરત અપાયા હતાં.
(4:04 PM IST)










