તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
ફાયર શાખાના ૧૧૬ કર્મીઓની ઝાંબાઝ કામગીરીને બિરદાવાઇઃ સન્માન

રાજકોટ તા.૯: મહાનગરપાલિકાની ફાયર અને ઈમરજ્ન્સી શાખા દ્વારા શહેરમાં આગની દુર્ઘટના સમયે કામગીરી, રેસકયું, કુદરતી આફતના સંજોગોમાં રાહત બચાવ તથા શહેરના નાગરીકોને જન જાગળતિના કાર્યક્રમો તેમજ સમયાંતરે મોકડ્રીલ યોજવામાં આવે છે. ફાયર અને ઈમરજ્ન્સી શાખાની આ કામગીરીમાં અધિકારીઓ-કર્મચારીઓ પોતાના જીવની પરવાહ કર્યા વગર આ કામગીરી કરે છે. શહેરમાં તાજેતરમાં લાગેલ આગની દુર્ઘટનામાં પણ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજ્ન્સી શાખાના અધિકારી-કર્મચારીઓએ પોતાના જીવની પરવાહ કર્યા વગર ખુબ જ સુંદર અને સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા દ્વારા ફાયર એન્ડ ઈમરજ્ન્સી શાખાના કુલ-૧૧૬ અધિકારીઓ-કર્મચારીઓની કામગીરીને બિરદાવી અને સન્માનિત કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, નાયબ મ્યુનિસિપલ કમિશનર સી.કે.નંદાણી, ઈ.ચા.આસી કમિશનર એન.કે.રામાનુજ, દીપેન ડોડિયા, મેનેજર કૌશિક ઉનાવા, મેનેજર અને પી.એસ.ટુ મેયર વી.ડી. ઘોણીયા, ઈ.ચા.ચીફ ફાયર ઓફિસર અમિત દવે તથા ફાયર વિભાગના અધિકારી-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેલ હતા.
(3:57 PM IST)










