<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્‍ટ દ્વારા હનુમાન જયંતિ ઉજવાશે

હનુમાન ચાલીસાના પાઠ, ધુન ભજન, આખ્‍યાનઃ અશોકભાઈ ભટ્ટ અને કનૈયાલાલ ભટ્ટ દ્વારા હનુમાનજીની શક્‍તિ-ભક્‍તિનો મહિમા વર્ણવવામાં આવશેઃ સંસ્‍થાની સેવા પ્રવૃતિનો ૪૧માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ પ.પૂ.સદ્‌ગુરૂ ભગવાન શ્રી રણછોડદાસજી મહારાજના અનન્‍ય શિષ્‍ય મહામંડલેશ્‍વર બ્રહ્મલીન પુ.હરિચરણદાસજી મહારાજ સ્‍થાપિત સેવા સંસ્‍થા શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્‍ટ (૯ રઘુવીર પરા, ગરેડીયા કુવા પાસે, પ્રેમ પ્રકાશ મંદિરની ઉપર) રાજકોટ દ્વારા છેલ્લા ૪૦ વર્ષથી પુ.હનુમાનજી મહારાજનો જન્‍મોત્‍સવ પરંપરાગત રીતે ધામધુમથી ટ્રસ્‍ટના ઉપરોક્‍ત કાર્યાલયે  આયોજીત થયેલ છે.

તા.૧૨ને સવારે ૯ થી ૧૨:૩૦ સુધી શ્રી પંચનાથ ધૂન મંડળના સાથ સહકારથી અનેક કાર્યક્રમોનું આયોજન થયેલ છે. જેની શરૂઆત શ્રી હનુમાન ચાલીસાના પાઠ તથા ધૂન ભજન, આખ્‍યાનની રમઝટ તેમજ પ્રખર ભગવતાચાર્ય પુ.અશોકભાઈ ભટ્ટ તથા પુ.કનૈયાલાલ ભટ્ટ દ્વારા તેઓની આગવી  શૈલીમાં શ્રી હનુમાનજી મહારાજની શક્‍તિ, ભક્‍તિ, સેવા અને સર્મપણના મહિમાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. હનુમાન ભક્‍તોને મહાપ્રસાદ(ભોજન) નો લાભ લેવા બજરંગ મિત્ર મંડળ ટ્રસ્‍ટ તરફથી આમંત્રણ અપાયું છે.

શ્રી બજરંગ ટ્રસ્‍ટની સેવાની જ્‍યોતને ૪૦ વર્ષ, સૌરાષ્‍ટ્ર તથા રાજકોટમાં પ્રથમ વખતજ શ્રી હનુમાનજી મહારાજની ભવ્‍ય શોભાયાત્રા સળંગ ૨૨ વર્ષ સુધી તેમજ જન્‍મોત્‍સવ ઉજવણીને ૪૦ વર્ષ, જરૂરિયાતવાળા પરિવારોને અનાજની કીટ વિતરણને ૮ વર્ષ તેમજ વિનામૂલ્‍યે આયુર્વેદ દવાખાનાને ૧૮ વર્ષ તેમજ હોમોયોપેથી દવાખાનાને ૪૦ વર્ષ, દાંતના દવાખાનાને ૧૯ વર્ષ તથા એક્‍યુપ્રેસર સારવારને ૩૦ વર્ષ પૂર્ણ થતા તા.૧૨ને શનિવારે શ્રી હનુમાનજી મહારાજના જન્‍મોત્‍સવના પાવન દિવસે ‘‘સેવકનું સન્‍માન સેવાથી જ થાય'' એ ન્‍યાયે ઉપરોક્‍ત તમામની વર્ષોની સેવાઓનું ‘‘ઋુણ સ્‍વીકાર'' સન્‍માન ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવશે.

શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્‍ટ રાજકોટની ૧૯૮૭માં મહામંડલેશ્‍વર પુ.હરિચરણદાસજી મહારાજ દ્વારા સ્‍થાપના થયેલ જેનો પ્રારંભ ટ્રસ્‍ટીઓ સ્‍વ.ધનજીભાઈ કારિઆ, સ્‍વ.રમેશભાઈ કારિઆ, સ્‍વ.કે.ડી.કારિઆ, સ્‍વ.જમનાદાસભાઈ રાજદેવ, સ્‍વ.પ્રાગજીભાઈ પોપટ, સ્‍વ.રતિલાલભાઈ ભીમાણી, સ્‍વ.ચંદ્રકાંતભાઈ પાવાગઢી, સ્‍વ.ઈશ્‍વરભાઈ ખખ્‍ખર, સ્‍વ.રમણીકભાઈ પાવાગઢી, સ્‍વ.બળળવંતભાઈ પુજારા તથા પ્રભુદાસભાઈ તન્‍ના, નાનાલાલભાઈ ગંધા વગેરે દ્વારા થયો હતો. આ સંસ્‍થામાં હોમીઓપેથીક ડો.એન.જે.મેઘાણી, આર્યુવેદ ડો.કેતનભાઈ ભીમાણી, દંતરોગ નિષ્‍ણાંત ડો.બ્રિજેશભાઈ સોની, હોમીઓપેથીક ડો.બી.એમ. વિઠલાણી તથા એક્‍યુપ્રેસરની ટીમ તેમજ નવા વેચાયેલા ટ્રસ્‍ટીઓ તથા સંચાલકો રોહિતભાઈ કારિઆ, ધેર્યભાઈ રાજદેવ, અજયભાઈ કારિઆ, ગોરધનભાઈ લાલસેતા, કિશોરભાઈ પારેખ, રાજુભાઈ બુદ્ધદેવ, રોહન રાચ્‍છ વગેરે સેવા આપી રહ્યા છે. ટ્રસ્‍ટની પ્રવૃતિ અંગે વધુ માહિતી માટે મો.૯૮૭૯૦ ૭૬૬૫૩/ ૮૮૬૬૨ ૨૪૪૩૭ ઉપર સંપર્ક કરી શકાય છે.

તસ્‍વીરમાં ટ્રસ્‍ટના રોહિતભાઈ કારીયા, ધૈર્યભાઈ રાજદેવ, રાજુભાઈ બુધ્‍ધદેવ, કિશોરભાઈ પારેખ, જીતભાઈ કારીયા, મૌલીકભાઈ બુધ્‍ધદેવ, નીકુંજભાઈ પરમાર, ચીરાગભાઈ ધામેચા નજરે પડે છે. (તસ્‍વીર-અભિજીત બગથરીયા)

(3:46 PM IST)