તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
વર્લ્ડ નવકાર ડેઃ દુનિયામાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સકારાત્મકતા તથા જીવોને શાતાનો ઉદેશ
વિશ્વ ભરના ૧૦૮ દેશોમાં ઉજવણીઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠેર-ઠેર સમૂહ જાપનું આયોજન

રાજકોટઃ ૯ એપ્રિલ એટલે નવકાર દિવસના રૂપમાં પ્રસ્થાપિત થાય એવા શુભ આશયથી દુનિયાભરના લગભગ ૧૦૮ દેશો આ કાર્યક્રમમાં ભાગ લીધો હોય જેનો મુખ્ય ઉદેશ દુનિયામાં સુખ, શાંતિ, સમુધ્ધિ, સકારાત્મકતા તથા તમામ જીવોને શાતા ઉપજે એવા હોવાનું જણાવાયું છે. શ્રી નવકાર મંત્ર આધ્યાત્મિક વિકાસ અને આત્મ જાગૃતિને પ્રોત્સાહન આપે છે તેવું માનવામાં આવે છે. પોતાને અને બ્રહ્માંડની ઉંડી સમજ મેળવવા માંગતા લોકો માટે તે એક શકિતશાળી મંત્ર છે. મંત્રના સ્પંદનો સકારાત્મક ઉર્જા આકર્ષે છે અને સુખાકારીને પ્રોત્સાહન આપે છે. રાજકોટના આંગણે વર્લ્ડ નવકાર ડે નો કાર્યક્રમ જીતો (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન) દ્વારા હેમુગઢવી હોલ, ટાગોર રોડ ખાતે તા. ૯ ના બુધવારે સવારે ૮:૦૧ થી ૮:૪૮ વાગ્યે પૂ. ગુરૂભગવંતો તથા સાધ્વીજી મહારાજની પાવન નિશ્રામાં યોજાયો હતો. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, અંજલીબેન રૂપાણી, રાજકોટ-૬૯ ના ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ માધવભાઇ દવે સહિત જૈનોના તમામ ફીરકાઓ સાથે જોડાય એક સાથે એક સુરમા, સંગઠિત પવિત્ર નવકાર મંત્રના જાપ કરી આહલાદક અનુભવનો ભાગ બન્યા હતા.(તસ્વીરઃ સંદીપ બગથરીયા
(3:32 PM IST)










