<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

સંસ્‍કૃતિને જીવાડવાનું કામ બ્રાહ્મણોએ કર્યુ છે : વિજયભાઇ રૂપાણી

અભયભાઇ ભારદ્વાજના જન્‍મદિવસે યોજાયો ‘‘પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ' હિન્‍દુ સમાજ અને રાષ્‍ટ્રને આગળ લાવવા માટે કોઇ બ્રહ્મસમાજના એ જ નેતૃત્‍વ કરવું પડશેઃ પૂ. પરમાત્‍માનંદ સરસ્‍વતીજી

રાજકોટઃ  પરશુરામ યુવા સંસ્‍થાન -રાજકોટ દ્વારા બી.એ.પી.એસ. સ્‍વામીનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે સંસ્‍થાનના આધસ્‍થાપક શ્રી અભયભાઈ ભારદ્વાજના જન્‍મદિવસ નિમિત્તે પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ (૨૦૨૫)નું  આયોજન કરવામાં આવ્‍યું હતું. બ્રહ્મસમાજના મોભી અને રાજ્‍યસભાના સાંસદ શ્રી અભયભાઈ ભારદ્વાજે ઈ.સ. ૧૯૮૯ ના રોજ પરશુરામ યુવા સંસ્‍થાની સ્‍થાપના કરી હતી અને ત્‍યારબાદ ભારતવર્ષમાં સૌપ્રથમ પરશુરામ જન્‍મોત્‍સવની શોભાયાત્રાનું પ્રસ્‍થાન તેઓ દ્વારા ઉના ખાતેથી કરી પરશુરામ શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. બ્રહ્મપ્રતિભાઓ કે જેમનું સમાજ પ્રત્‍યે મુઠ્ઠી ઉચેરૂ યોગદાન હોય, એવા બ્રહ્મ-કર્મયોગીઓને સમ્‍માનિત કરવાની પરંપરા અભયભાઈ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આજ પરંપરાને અભયભાઈના કૈલાશ ગમન બાદ અવિરત રીતે કાર્યરત રાખવા છેલ્લા ચાર વર્ષથી પરશુરામ યુવા સંસ્‍થાન - રાજકોટ દ્વારા અભયભાઈના જન્‍મદિવસ નિમિત્તે પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહનું આયોજન ક૨વામાં આવે છે અને પાંચ બ્રહ્મ-કર્મયોગીઓને ‘‘પરશુરામ એવોર્ડ'' એનાયત કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષ પણ અભયભાઈના જન્‍મદિવસ નિમિત્તે રાષ્‍ટ્ર અને બ્રહ્મસમાજમાં પોતાનું યોગદાન આપનાર પાંચ ભૂદેવોને પરશુરામ યુવા સંસ્‍થાન દ્વારા પરશુરામ એવોર્ડ અર્પણ કરવામાં આવ્‍યો હતો.

 

પરશુરામ એવોર્ડ અર્પણ ૨૦૨૫ સમારોહનો પ્રારંભ હાસ્‍યકલાકાર શ્રી કપિલભાઈ જોષી દ્વારા કાર્યક્રમમાં હાસ્‍યરસ પીરસવામાં આવ્‍યો હતો. લોકગાયક શ્રી તેજસભાઈ ત્રિવેદી અને શ્રીમતી ઉર્વીશાબેન પંડયા દ્વારા દેવાધિદેવ મહાદેવના શિવ તોડવ સ્‍તોત્ર અને બ્રહ્મતેજ ઉજાગર કરતા ગીતો પ્રસ્‍તુત કરવામાં આવ્‍યા હતા.

સમારોહમાં પ્રારંભ પૂજ્‍ય પરમાત્‍માનંદ સરસ્‍વતીજી, સંયોજક હિન્‍દુ ધર્મ આચાર્ય સભા, સમારોહના અધ્‍યક્ષ પુર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂ. બ્રહ્મતીર્થ સ્‍વામી, કોઠારી સ્‍વામી બી.એ.પી.એસ. સ્‍વામીનારાયણ મંદિર - રાજકોટ, પૂ. ડો. લંકેશ બાપુ, આંતરાષ્‍ટ્રીય શિવ કથાકાર, પૂ. જૈન્‍તિરામ બાપા, સત પુરણ ધામ ધુનડા આશ્રમ, પૂ. ઘનશ્‍યામજી મહારાજ, ભુવનેશ્વરી પીઠ- ગોંડલ તથા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્‍યશ્રી રમેશભાઈ ટીલાળા, ધારાસભ્‍ય શ્રીમતી દર્શિતાબેન શાહ, સાથે જ શહેર ભાજપ અધ્‍યક્ષ શ્રી માધવભાઈ દવે, પૂર્વ મેયર શ્રીમતિ બીનાબેન આચાર્ય, બ્રહ્મ અગ્રણી શ્રી કશ્‍યપભાઈ શુકલ, સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટી પૂર્વ કુલપતિ શ્રી ડો. કમલેશભાઈ જોષીપુરા, મજદૂર સંઘના અગ્રણી શ્રી હસુભાઈ દવે, રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના વરિષ્ઠ અગ્રણી શ્રી નરેન્‍દ્રભાઈ દવે, સૌરાષ્‍ટ્ર કચ્‍છ સમસ્‍ત બ્રહ્મસમાજના અગ્રણી શ્રી છેલભાઈ જોષી, પ્રદેશ ભાજપ અને બ્રહ્મઅગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, સહકારક્ષેત્રના અગ્રણી શ્રી જ્‍યોતિન્‍દ્રભાઈ મહેતા અને મ્‍યુઝિકલ ડાયરેકટર શ્રી પંકજભાઈ ભટ્ટના હસ્‍તે  દિપ પ્રાગટય કરી સમારોહનો શુભારંભ કરવામાં આવેલ.

શ્રી અંશ ભારદ્વાજ દ્વારા  મહેમાનો અને ભૂદેવોનું શાબ્‍દિક અભિવાદન કરી, સમારોહ વિશે ટૂંકમાં માહિતી આપી હતી. ત્‍યારબાદ પરશુરામ યુવા સંસ્‍થાન દ્વારા ચૈત્ર નવરાત્રીના પાવન દિવસો પર પૂજનીય સંતો અને ઉપસ્‍થિત મહેમાનોનું નાની બાળાઓના શુભહસ્‍તે પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી સર્વેનું સ્‍વાગત અભિવાદન ક૨વામાં આવ્‍યું હતુ. અભયભાઈના જીવન પ્રસંગોને આધારિત અભયભાઈ ૫૨ની એક ડોકયુમેન્‍ટરી રજૂ કરવામાં આવી હતી. તેઓ દ્વારા કરવામાં આવેલા અનેકો શુભ કાર્યો અને કામગીરી તથા પોતાના સમાજ પ્રત્‍યેની કળતજ્ઞતા પૂર્વકની જવાબદારી સચોટ સ્‍વરૂપે આ ડોકયુમેન્‍ટરીમાં આવરી લેવામાં આવી હતી.

આંતરરાષ્‍ટ્રીય શિવ કથાકાર પૂ. ડો. લંકેશબાપુએ પોતાની આગવી શૈલીથી સર્વેને શિવ તાંડવ સંભળાવી મંત્રમુગ્‍ધ કર્યા હતા સાથે જ બ્રાહ્મણ અને મહાદેવ એમ બંને વિષયો ૫૨ શાષાોકત માર્ગદર્શન આપ્‍યું હતુ.  

આ પ્રસંગે અભયભાઈના સાથી અને પરમમિત્ર શ્રી વિજયભાઈ રૂપાણી પૂર્વ મુખ્‍યમંત્રીશ્રી, ગુજરાત રાજ્‍યએ પોતાના ૫૨મ મિત્ર અભયભાઈ વિશે વિશેષ વાત કરી હતી. પોતાની જૂની યાદો કોલેજ સમયના પ્રસંગો અભયભાઈના ગુસ્‍સો અને પ્રેમ વિશે સર્વેને અભયભાઈની ઝાંખી બતાવી હતી. વિજયભાઈએ જણાવ્‍યું હતું કે ભારતીય સંસ્‍કળતિ સનાતનધર્મ જો ટકયો હોય તો એના મૂળમાં બ્રહ્મસમાજ છે. સંસ્‍કળતિને જીવાડવાનું જો કોઈએ કામ કર્યું હોય તો એ બ્રાહ્મણોએ કર્યું છે. આ રાષ્‍ટ્રની અને હિન્‍દુ ધર્મની એકતા અને અખંડિતતાના મૂળમાં બ્રહ્મસમાજ છે. સાથે જ અભયભાઈની વિદ્યાર્થી કાળથી રાજ્‍યસભાના સાંસદ સુધીનો સમયગાળાની યાદગાર ક્ષણો વિજયભાઈએ યાદ કરી હતી.

પૂ. ૫રમાત્‍માનંદ સરસ્‍વતીજીએ  અભયભાઈ સાથે તો જૂનો અને મિત્રતાનો સંબંધો વિશે વાત કરી હતી. પૂ. પરમાત્‍માનંદજીએ હિન્‍દુ સંસ્‍કળતિ પ્રત્‍યે બ્રાહ્મણની ફરજ શું છે ? તે પોતાના શબ્‍દોથી વ્‍યકત કરી હતી. સનાતન ધર્મ અને સંસ્‍કળતિ વિશે વિશેષમાં વાત કરી હતી અને હિન્‍દુ સમાજના અને રાષ્‍ટ્રને આગળ આવવા માટે કોઈ બ્રહ્મસમાજના એ નેતળત્‍વ કરવાનું જણાવ્‍યું હતું.

ભૂદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ જસદણ દ્વારા જસદણ ખાતેની પાઠશાળમાં અનાવરિત થનાર શ્રી અભયભાઈ ભારદ્વાજની પ્રતિમાની એક સુંદર ઝલક જસદણના બ્રહ્મ અગ્રણીઓ દ્વારા ઉપસ્‍થિત સહુને નિહાળવામાં આવી હતી.

(3:23 PM IST)