News of Wednesday, 9th April 2025
શોર્ટ સર્કીટથી આગના કારણ અંગે હજુ સુધી વીજ તંત્રએ ઉંડી તપાસ કરી જ નથી !!
દેશમાં કોઇ પણ શહેર-રાજયમાં લાગેલી મોટી આગની ઘટનાનું કારણ એક માત્ર-માત્ર અને માત્ર શોર્ટ સર્કીટ જ બહાર આવ્યું છે !! ફાયર સેફટીના સાધનો તો આગ લાગ્યા પછીની જરૂરીયાત છે, પરંતુ આગના કારણમાં વીજ તંત્રએ ઉંડુ ઉતરવું જરૂરી છે લટકતા જર્જરીત વીજ વાયરો પીવીસી પાઇપમાં ફીટ કરવા પગલા લેવા જોઇએ લટકતા જર્જરીત વીજ વાયરો પીવીસી પાઇપમાં ફીટ કરવા પગલા લેવા જોઇએ ર૦ થી રપ વર્ષ જુના અનેક બિલ્ડીંગોમાં વીજ વાયરો લટકતા-ગુંચળા વળી ગયેલા જોવા મળે છે વીજ તંત્ર જુના બિલ્ડીંગોમાં જર્જરીત વાયરોની વીજ લોડ વહન કરવાની ક્ષમતા તપાસે

ઉપરોકત તસ્વીરોમાં રાજકોટના બે જુના કોમર્શીયલ કોમ્પલેક્ષના પાર્કીગ તેમજ લીફટ પાસે રહેલા જર્જરીત-ગુંચળા વળી ગયેલા વિજ વાયરોમાં આગની ઘટના બને ત્યાર પહેલા કોમ્પલેક્ષના ઓફીસ ધારકોએ જ સક્રિય બની વિજ વાયરો બદલવા તંત્રને જાણ કરે તે ઉચીત રહેશે.
રાજકોટઃ રાજકોટના ટીઆરપી ગેમઝોનની આગની ગોઝારી ઘટના માંડમાંડ લોકો ભુલી શકયા છે ત્યાં ફરી રાજકોટના ૧૫૦ ફુટ રીંગરોડ પર એથ્લાંટીસ બીલ્ડીંગમાં લાગેલી ભયાનક આગમાં ત્રણ વ્યકિતના મૃત્યુ નિપજયા છે.
ટીઆરપી ગેમઝોનમાં કેટલીય બેદરકારી ગેમઝોન સંચાલક અને મહાનગરપાલિકાની બહાર આવેલ આવી જ બેદરકારી એથ્લાંટીસ બિલ્ડીંગમાં રહેતા ખુબ જ સમજુ- બુધ્ધીશાળી કહી શકાય તેવા શ્રીમંત વેપારી અને મહાનગરપાલિકાની બહાર આવી છે. ચાર વીંગ હોવા છતા બે વીંગમાં જ ફાયરના સાધનો મુકાયા અને એનઓસી આપ્યું બાકી બેદરકારી દાખવી અને ફરી ફાયર એનઓસી રીન્યુ પણ ન કરાવ્યા. આવી બેદરકારીને કારણે જ ગંભીર ગોઝારી ઘટના બનવા પામી છે.
આ આગનું કારણ તો માત્રને માત્ર શોર્ટસર્કિટ જ બહાર આવશે. દેશભરમાં અત્યાર સુધી જયાં-જયાં આગના બનાવો બન્યા છે તેમાં શોટ સર્કિટ જ કારણ બહાર આવ્યું છે અને જયારે આગ લાગે ત્યારે ફાયરના સાધનો હતા નહિ હતા તે બરોબર ચાલતા ન હોતા અથવા બંધ થઇ ગયા હતા તેમાં ગેસ નહોતો ખાલી હતા તેવા અને પ્રશ્નો ઉભા કરી દેકારો કરવામાં આવે છે પરંતુ આગ જો શોટ સર્કિટથી લાગી છે તે શા માટે લાગી શોર્ટ સર્કિટ કેમ થયો તે બાબતે દેશભરમાં કયારેય કોઇએ ઉંડાણથી તપાસ કરી જ નથી!!
શોર્ટ સર્કિટ થવાના કારણોની તપાસ થવી જોઇએ
કોઇપણ રહેણાંક કે કોમર્શીયલ કોમ્પલેક્ષમાં રહેલા ફાયર સેફટીના સાધતો તો આગ લાગ્યા પછી આગને બુઝાવવી કે આગ વધતી અટકાવવા માટે કામ લાગશે પરંતુ ખરેખર જો શોર્ટ સર્કિટથી આગ લાગી હોય તેનું કારણ તપાસવાની કોઇએ તસ્દી લીધી નથી. એવું પણ બને કે જુના જર્જરીત વાયરોમાં ઓવરલોડ પાવર સપ્લાયથી શોર્ટ સર્કિટ થાય
રાજકોટ સોૈરાષ્ટ્ર કે ગુજરાતમાં ઘણા વર્ષો જુના બિલ્ડીંગ- રહેણાંક અને કોમર્શીયલ કોમ્પલેક્ષમાં લોબીમાં- રવેશમાં જુની પધ્ધતીનું દિવાલ ઉપર વાયરીંય હોય સમય જતા વાતાવરણને લઇને આ બહારના વાયર જર્જરીત થઇ ગયા હોય અને તેમાં વધુ વીજ વપરાશનો લોડ પસાર થતો હોય જેથી તે જર્જરીત વાયર ગરમ થઇને ફાટી જાય અને જેથી શોર્ટ સર્કીટ થાય અને આગ પ્રસરવા લાગે. આ આગ ધીરે ધીરે તમામ વાયરમાં લાગે અને ત્યારબાદ લાઇટના બોકસ- બલ્બ કે ટયુબલાયટના કનેકશન અથવા મીટર બોકસ સુધી આગ પ્રસરતા વધુ ભયાનક બને અને આગનું કારણ શોર્ટ સર્કિટ જ બહાર આવતું હોય છે.
જુના વિજ વાયરોમાં પાવર લોડની ક્ષમતા તપાસવી જોઇએ
રાજકોટમાં ઘણા એવા રેસીડેન્સીયલ કોમર્શીયલ કોમ્પલેક્ષ બને ત્યારે પીજીવીસીએલ અમુક વીજ ક્ષમતા મેગાવોટની ટ્રાન્સફોર્મર લગાવતા હોય છે પરંતુ ઘણી વખત સંકુલમાં બેસતી ઓફિસે અથવા રહેણાંક સંકુલોમાં વીજ ઉપકરણો વધુ ક્ષમતાવાળા વપરાતા હોય અને ટ્રાન્સફોર્મરની ક્ષમતાથી વધુ વીજ લોડ વાયરમાંથી પસાર થતો હોય વાયરીંગ ગરમ થવાને કારણે સોર્ટસર્કિટ થવાનો ભય હોય તેવા સંજોગોમાં વિજ તંત્રએ જે તે સંકુલમાં વપરાતા ઉપકરણોમાં કુલ કેટલો વીજ વપરાશ જોઇએ છે જો વધુ વપરાશ વાયરમાંથી પસાર થતો હોય તેમ તે બાબતની ક્ષમતા છે કે વાયર બદલવાની જરૂર છે તેની તપાસ કરી જો વાયર નબળા હોય તો વાયરીંગ પણ બદલવું જોઇએ જેથી ભવિષ્યમાં શોર્ટ સર્કિટથી થતી આગની દુર્ઘટના નિવારી શકાય.
લટકતા વીજ વાયરોનું દિવાલ સાથે પીવીસી પાઇપમાં ફીટીંગ કરવું જોઇએ
ર૦ વર્ષ જુના જેટલા રેસીડેન્સીયલ અથવા કોમર્શીયલ સંકુલો હોય અને તેમાં વીજ વાયરો લોબીમાં અથવા ટેરેસમાં લટકતા હોય તો તેવા વિજવાયરોની કાર્યક્ષમતા તપાસી જર્જરીત થયા હોય તો બદલાવી બિલ્ડીંગની દિવાલો પર પીવીસી પાઇપમાં ફીટીંગ કરવવા પીજીવીસીએલ શ્રીએ ખાસ ઝુંબેશ હાથ ઘરવી જોઇએ જેથી ભવિષ્યમાં જર્જરીત વિજ વાયરમાં થતી શોર્ટ સર્કિટની ઘટનાથી બચી શકાય જો વીજ વાયરો દિવાલ પર સારી કવોલીટીના પીવીસી પાઇમાં ફીટ કરવામાં આવે તો શોર્ટ સર્કિટની ઘટના મહદ અંશે ઓછી થઇ શકે.
ખુલ્લા લટકતા જર્જરીત વિજ વાયરોની તપાસ રાજકોટથી કરે
પીજીવીસીએલ શ્રીએ રાજકોટમાંજ માત્ર બે થી ત્રણ એવી ગંભીર આગની દુર્ઘટના બની છે ત્યારે રાજકોટની પીજીવીસીએલના અધિકારીઓ ભવિષ્યમાં વધુ આગની ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે રાજકોટમાં અસંખ્ય જુના રેસીડેન્સીયલ બિલ્ડીંગો કોમર્શીયલ કોમ્પલેક્ષોમાં જો વાયરીંગ ખુલ્લામાં લટકતા હોય જર્જરીત થઇ ગયા હોય તો જેતે કોમ્પલેક્ષમાં ભાડુઆતો-માલીકો પાસેથી નિયત ચાર્જ વસુલ કરી તમામ જર્જરીત વાયરો બદલાવી દિવાલ પર સારી કવોલીટીના પીવીસી પાઇપમાં ફીટીંગ કરાવવાની ઝડપી કાર્યવાહી કરવી જોઇએ તેવી લોક લાગણી પ્રર્વતી રહી છે.
(3:12 PM IST)










