તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
રાજકોટ જિલ્લામાં પાંચ તાલુકામાં નવા સરકારી ગ્રંથાલયો મંજૂર
ધોરાજીમાં ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલિયાના હસ્તે નવા ગ્રંથાલયનું ઉદદ્યાટન

રાજકોટ, તા. ૯, રાજયના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં પાંચ તાલુકામાં નવા પાંચ ‘સરકારી તાલુકા ગ્રંથાલય' મંજૂર કરવામાં આવ્યા છે. જૈ પૈકી ધોરાજીમાં નવા તાલુકા કક્ષાના ગ્રંથાલયનું ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલિયાના હસ્તે ઉદદ્યાટન કરવામાં આવ્યું હતું.
રાજય સરકાર દ્વારા રાજકોટ જિલ્લાના લોધિકા, ગોંડલ, ધોરાજી, કોટડા સાંગાણી તથા વિંછિયા તાલુકામાં નવા સરકારી તાલુકા ગ્રંથાલય શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. આ ગ્રંથાલયના સંચાલન માટે મદદનીશ ગ્રંથપાલ નિયામકની જગ્યાઓની કરાર આધારિત ભરતી કરવા પણ મંજૂરી આપવામાં આવી છે.
ધોરાજીમાં નવા મંજૂર થયેલા તાલુકા ગ્રંથાલયને ધારાસભ્ય ડો.મહેન્દ્ર પાડલિયાએ ખુલ્લું મુક્યું હતું.વાચનપ્રેમી લોકો તથા સરકારી સેવાઓની તૈયારી કરવા યુવાનોને વાચન માટે વધુ એક સુવિધા ઉપલબ્ધ થઈ છે.(૩૬-પ)
(11:34 AM IST)










