તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
શાપર-વેરાવળમાં ૧૫ અસામાજીક તત્વોના દબાણો ઉપર પોલીસનું બુલડોઝરઃ પ કરોડની જમીન ખુલ્લી કરાઇ .
રૂરલ એસ.પી. હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ ગોંડલ ડી.વાય.એસ.પી. કે.જી. ઝાલા તથા પી.આઇ. આર.બી. રાણાની ટીમની કાર્યવાહી

તસ્વીરમાં અસામાજીક તત્વોના ગેરકાયદે દબાણો તોડી પડાયા હતા તે નજરે પડે છે.
રાજકોટ તા.૧૨: રાજકોટ જીલ્લામાં રૂરલ એસ.પી. હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસ દ્વારા અસામાજીક તત્વોના ગેરકાયદે દબાણો ઉપર કાર્યવાહી કરાઇ છે. શાપર-વેરાવળ પોલીસે ૧૫ અસામાજીક તત્વોના ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવી ૫ કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.
રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા અસામાજીક પ્રવુતિ કરતા ગુંડા તત્વોની યાદી બનાવી તેઓની અસામાજીક પ્રવુતિને અંકુશમાં લેવા સારૂ તેઓ વિરૂધ્ધ સ્થાનિક પોલીસને વહીવટી તંત્ર સાથે સંકલન કરી કડક કાર્યવાહી કરવા આદેશ કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના આઇ.જી.પી અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ વડા હિમકરસિંહની સુચના તથા ગોંડલ ડિવીઝનના ડી.વાય.એસ.પી. કે.જી. ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી આર.બી. રાણાએ પોલીસ સબ ઇન્સ. આર.ડી. સોલંકી તથા વી.જી. જેઠવા તથા શાપર પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી અસામાજીક પ્રવુતિ કરતા ઇસમો વીરૂધ્ધ અગાઉ દાખલ થયેલ ગુન્હાઓની માહીતી એકઠી કરી મામલતદાર કોટડાસાંગાણી સાથે સંકલન કરી શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક પ્રવળતિ કરતા ઇસમો તથા અસામાજીક ગુંડા તત્વોએ અલગ અલગ સરકારી જગ્યાઓ પર કરેલ અનઅધિકળત બાંધકામો તોડી પાડી તથા દબાણો દુર કરી કુલ ૧૧૫૫ ચોરસ મીટર જમીન બજાર કિંમત રૂ. ૫ કરોડ ૭ લાખ રૂપીયા ની જમીન ખુલ્લી કરાવી અસરકારક કાર્યવાહી કરવામાં આવેલ છે.
પોલીસે જણાવ્યું કે, દારૂનાં ૯ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા લાલા ઉર્ફે પરબત હાથીયાભાઈ વજાણી (ઉ.વ.૩૦, રહે. શાંતીધામ સોસાયટી, શાપર-વેરાવળ), દારૂનાં પાંચ ગુનામાં સંડોવાઈ ચુકેલા અયરાજ હરસુરભાઈવાલા (ઉ.વ.૪૨, રહે. શાંતીધામ સોસાયટી), દારૂના ૪ ગુનામાં સંડોવાઈ ચુકેલા રાણશી ચનાભાઈ માલાણી (ઉ.વ.૪૦, રહે. ગણેશનગર, મ.પરા, શાપર), દારૂના ૩ ગુનામાં સંડોવાઈ ચુકેલા લાખા કરમણભાઈ ઘોડા (ઉ.વ.૩૮, રહે. જૂના પાવર હાઉસ પાસે, મ.પરા).. દારૂના પાંચ ગુનામાં સામેલ ભારતીબા કિશોરસિંહ જાડેજા (ઉ.વ.૪૫, રહે. જૂના પાવર હાઉસ પાસે, શાપર), દારૂના ૧૧ ગુનામાં સામેલ રામીબેન હિરાભાઈ માલાણી (ઉ.વ.૫૨, રહે. જૂના પાવર હાઉસ પાસે, શાપર), દારૂના ૭ ગુનામાં સામેલ ખીમકરણ હિરાભાઈ માલાણી (ઉ.વ.૨૨, રહે. જૂના પાવર હાઉસ પાછળ), દારૂના ૪ ગુનામાં સામેલ રાજીબેન મેઘાભાઈ માલાણી (ઉ.વ.૩૯, રહે. શાપર). ની ગેરકાયદે મિલ્કતો ઉપર બૂલડોઝર ફેરવી દેવાયું હતું.
તેમજ દારૂના બે ગુનામાં સામેલ જયેશ ઉર્ફે ઢીંગલી પ્રવીણભાઈ માંડલીક (ઉ.વ.૩૦, રહે. ધરતીગેટ પાસે, શાપર), દારૂના બે ગુનામાં સામેલ સોહીલ ઉર્ફે રેહાન શાહનવાઝભાઈ ખરેડીયા (ઉ.વ.૨૪, રહે. શાંતીધામ સોસ., શાપર), દારૂના ૭ ગુનામાં સામેલ વિરમદેવસિંહ ઉર્ફે નાનકો કિશોરસિંહ જાડેજા (રહે. શાપર). દારૂ ઉપરાંત મારામારી, ચોરી, જુગાર સહિત ૧૭ ગુનામાં સંડોવાઈ ચુકેલા જીગીર ઉર્ફે પ્રકાશભાઈ દિલીપભાઈ મારવાડી (ઉ.વ.૨૮, રહે. શાપર), દારૂના બે ગુનામાં સામેલ રવીરાજસિંહ કિશોરસિંહ જાડેજા (ઉ.વ.૧૯, રહે. શાપર), દારૂ અને જુગાર તેમજ મારામારી સહિત ૩ ગુનામાં સંડોવાઈ ચુકેલા મોહદીશ મહમદ હુશેન (ઉ.વ.૨૩, રહે. શાપર) અને દારૂનાં ૪ ગુનામાં સામેલ આલીબેન દેવશુભાઈ વાલા (ઉ.વ.૩૫, રહે. શાપર)ને ત્યાં તપાસ કરી તેણે સરકારી જમીનો પર કરેલા ગેરકાયદે બાંધકામો દુર કરાયા છે.
આ કાર્યવાહી શાપર-વેરાવળ પો.સ્ટે.ના એ.એસ.આઇ. વિરભદ્રસિહ વાઘેલા, ભૂપેન્દ્રભાઈ સોલંકી. દિવ્યરાજસિંહ સરવૈયા, તથા પો.હે.કો. જયદીપસિંહ વાઘેલા, તુષારસિંહ જાડેજા, નરેશભાઈ રોજાસરા, રાજેશભાઇ બાયલ, ક્રિપાલસિંહ રાણા, પ્રતિપાલસિહ જેઠવા મહેન્દ્રભાઈ ધાધલ, દિનેશભાઈ ખાટરીયા, અજયભાઇ ખટાણા, હરદીપસિંહ જાડેજા મયુરસિંહ જાડેજા, પીયુષભાઈ અઘેરા, રાજેન્નભાઇ વાવડીયા તથા પો.કોન્સ. અલ્પેશભાઇ ડામસીયા, લગધિરસિંહ જાડેજા, નિલેશકુમાર ડાભી, જયસુખભાઇ જીલીયા. મનસુખભાઇ ચૌહાણ, રણછોડભાઇ નાંગસ, કિર્તિબેન દેસાઇ, કિંજલબેન માટીયા વિગેરે સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.
(3:27 PM IST)










