તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th April 2025
હૃદય બેસી જતાં બજરંગવાડીના એડવોકેટ ધર્મેશભાઇ ચાવડાનું મૃત્યુ
નાગોવદરના ભીમાભાઇ ગોઠીવાડીયા લોઠડા ગામે કારખાનામાં ઢળી પડતાં મોતઃ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયોઃ પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૭: હૃદય રોગના હુમલાથી મૃત્યુના વધુ બે બનાવમાં બે પરિવારોએ સદસ્ય ગુમાવ્યા છે. બજરંગવાડી શેરી નં. ૧૨માં રહેતાં ધર્મેશભાઇ નટવરલાલ ચાવડા (ઉ.વ.૫૨) રાતે ઘરે હતાં ત્યારે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર ધર્મેશભાઇ એડવોકેટ તરીકે પ્રેકટીસ કરતાં હતાં. તે બે ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર છે. તેમને હાર્ટએટેક આવી ગયાનું તબિબે જાહેર કર્યુ હતું.
બીજા બનાવમાં ઉપલેટાના નાગોવરના ભીમાભાઇ જોધાભાઇ ગોઠીવાડીયા (ઉ.વ.૬૦) રાજકોટના લોઠડા ગામે વડાલીયા ફિલ્ટર પ્લાન્ટ નામના કારખાનામાં હતાં ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિાવરમાં શોક છવાઇ ગયો હતો. તેઓ છ ભાઇ અને એક બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ અહિ સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું જાહેર થયું હતું. બંને બનાવમાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ સહિતે ગાંધીગ્રામ, આજીડેમ પોલીસને જાણ કરી હતી.
(3:06 PM IST)










