<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th April 2025

બાઇક ચોરીને ફેરવતાં સગીરને તાલુકા પોલીસે કોરાટવાડી ચોકમાંથી પકડ્યો: હનુમાન મઢી શિવપરામાંથી ચોર્યું હતું

રાજકોટઃ વાહન ચોરીનો એક ગુનો તાલુકા પોલીસે ઉકેલી એક સગીરને પકડ્યો છે. તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગ કરી મિલકત સંબંધી અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા તથા આવા ગુન્હા બનતા અટકાવવા તેમજ વાહન ચોરી અટકાવવા કાર્યરત હતી ત્યારે હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. બલભદ્રસિંહ  જાડેજા તથા મયુરસિંહ જાડેજા તથા શિવભદ્રસિંહ ગોહિલને મળેલી બાતમી પરથી સગીરને ચોરાઉ બાઇક સાથે પકડ્યો હતો. આ બાઇક તેણે હનુમાન મઢી શિવપરામાંથી છએક દિવસ પહેલા ચોરી કર્યું હોવાનું ખુલ્યું હતું

બાતમી મળેલ કે એક બાળ કિશોર ગ્રે કલર જેવુ અડધી બાયનુ ટીશર્ટ તથા ક્રીમ કલરનું ટ્રેક પેન્ટ પહેરી કર્ણાવતી પાર્ટી પ્લોટ કોરાટવાડી ચોકની નજીક એક કાળા કલરનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ બાઇક કે જેમા આગળ પાછળ નંબર પ્લેટ નથી તે લઇને ઉભો છે જે ચોરાઉ છે. જેથી તપાસ કરતા બાળ કિશોર વાહન સાથે મળી આવતા ચેસીસ નંબર તથા એન્જીન નંબર પોકેટ કોપ એપમાં સર્ચ કરતા અન્ય વ્યકિતના નામે હોઇ જેથી સગીરની પુછપરછ કરતા તેણે પોતે આશરે છ સાત દિવસ પહેલા રૈયા રોડ હનુમાન મઢી પાસે શિવપરા શેરી નં.૬માંથી રાત્રીના એક દોઢ વાગ્યાની આસપાસ આ વાહન ચોરી કર્યાની કબુલાત આપતાં શક પડતી મિલ્કત તરીકે તપાસ અર્થે કબ્જે કરવામા આવેલ છે

 શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા તથા નાયબ પોલીસ કમિશ્નર જગદીશ બાંગરવા (ઝોન-૨) તથા મદદનિશ પોલીસ કમિશ્નર બી.જે.ચૌધરી (દક્ષિણ વિભાગ)ના માગૅદશૅન હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. ડી.એમ.હરિપરા, પો.સબ ઇન્સ. એમ.એચ.મહારાજ, હેડકોન્સ. કૌશેન્દ્રસિંહ ઝાલા તથા હરપાલસિંહ જાડેજા તથા અજયભાઇ ભુંડીયા તથા કોન્સ. સંજયભાઇ માંડાણી તથા મયુરસિંહ જાડેજા તથા જયપાલસિંહ સરવૈયા તથા નિકુંજભાઇ મારવીયા તથા શિવભદ્રસિંહ ગોહીલ તથા મહાવિરસિંહ જાડેજા તથા ઉગાભાઇ બાળા તથા બલભદ્રસિંહ જાડેજા તથા અક્ષયભાઇ નાથાણીએ આ કામગીરી કરી હતી.

(10:14 AM IST)