<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

મનપાની માલ-મીલ્‍કતની દેખરેખ માટે સીકયુરીટી ગાર્ડનો બે વર્ષનો ૩૭.પ૦ કરોડનો ખર્ચ

ઇ-ટેન્‍ડર પ્રસિધ્‍ધઃ કાલથી તા. ર૪ એપ્રિલ સુધીમાં ફોર્મ અને વધુ વિગત તંત્રની વેબસાઇટ પરથી મેળવી શકાશે

રાજકોટ, તા. ર :  મહાનગરપાલિકા દ્વારા પ્રાઇવેટ સિકયુરીટી ગાર્ડના વર્ષ ર૦ર૪ -રપ તથા ર૦રપ-ર૬ માટે દ્વિ-વાર્ષિક કોન્‍ટ્રાકટર માટે અંદાજીત રકમ ૩૭.પ૦ કરોડ અંદાજીત માટે ઇ-ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યા છે.

મહાનગરપાલિકાની માલ-મીલ્‍કતનાં રક્ષણ માટે સીકયુરીટી ગાર્ડ પુરા પાડવા માટે દ્વિ-વાર્ષિક કોન્‍ટ્રાકટર આપવાનાં કામે નકકી થયેલ લાયાબીલીટી તથા ટેન્‍ડરની શરતો પૂર્ણ કરતી પ્રાઇવેટ સીકયુરીટી એજન્‍સીઓ ભાગ લઇ શકશે. ટેન્‍ડર તથા વધુ વિગત તા. ૦૩ એપ્રિલ થી તા. ર૪ એપ્રિલ દરમ્‍યાન www. nprocure.com  તથા www. rmc.gov.in  પરથી ડાઉનલોડ કરી શકાશે. તેમ ટેન્‍ડરની નોટીસમાં જણાવામાં આવ્‍યું છે.

(4:10 PM IST)